જૂનાગઢ..માંગરોળ માં ભારે વરસાદ ના કારણે દિવરાણા( ધાર) પર વસતા ઝૂંપપટ્ટીમાં પાણી ઘુસતા ડો.વેજાભાઈ એમ.ચાંડેરા એ પોતાની સંસ્થા માં આપ્યો આશરો

0
4

આજરોજ તા.૧૩/૦૯/૨૦૨૧ ને મંગળવારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવરાણા( ધાર) ગામમાં રહેતા દેવીપુજક પરિવારોનાં ઝુંપડામાં અતિભારે વરસાદના કારણે રસોઈ બનાવી ના શકાય તેવી પરિસ્થિતીનું નિમૉણ થવા પામેલ

જેથી ડો.વેજાભાઈ એમ.ચાંડેરા અને તેમના ધમૅપત્ની શ્રીમતી મંજુબેન વી.ચાંડેરા દ્વારા તેમની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા આટૅસ એન્ડ કોમસૅ કોલેજ દિવરાણા ખાતે તમામ દેવીપુજક પરિવારોનાં સભ્યોને બોલાવીને બપોરે ગરમાગરમ શાક,રોટલીની વ્યવસ્થા કરી ભોજન કરાવવામાં આવ્યું છે.અને સાંજે ૬ કલાકે ફરીથી ફરસાણનું વિતરણ કરવામાં આવેલ છે.તેમજ તમામ પરિવારોને સંસ્થાના સ્થાપક/ સંચાલક ડો.વેજાભાઈ એમ.ચાંડેરાએ જણાવેલ કે કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો વિના સંકોચ જણાવશો.અતિભારે વરસાદને કારણે જો રહેવાની મુશ્કેલી તમારા ઝુંપડામાં થાય એમ હોય તો કોલેજ બિલ્ડીંગનો ઉપયોગ કરી શકો છો.તેવું જણાવેલ જેથી તમામ પરિવારોએ હષૅની લાગણી અનુભવી હતી.અલ્પેશ કગરાણા..જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here