જૂનાગઢ જિલ્લા ભારતીય જનતાપાર્ટી કાર્યાલય પંડીત દીનદયાળ ભવન ખાતે જિલ્લા કારોબારી બેઠક યોજાઇ

0
7

જિલ્લા પ્રમુખ કિરીટ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક

બેઠકમાં આગામી ૩૦ સપ્ટેમ્બર અને ૩.ઓક્ટોબરના રોજ જૂનાગઢ જિલ્લામાં પધારનાર જન આશીર્વાદ યાત્રા ને લઈને કરાઈ ચર્ચા વિચારણા

જૂનાગઢ તા.૨૭.જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય પંડીત દીનદયાળ ભવન ખાતે જિલ્લાની કારોબારીની યોજાઇ હતી જેમાં જિલ્લા કારોબારી હોદ્દેદારો, દિપક ભાઈ ડોબરીયા, ડો.જયભાઈ ત્રિવેદી, વી.ડી કરડાણી, હિરેન ભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ કોટીલા, ચંદુલાલ મકવાણા, ચિરાગભાઈ રાજાણી, દિનેશભાઈ ટીલવા, જીવાભાઇ કોડીયાતર, માલદેભાઈ ભાદરકા,પ્રવીણભાઈ વાઘેલા, ભરત ભાઈ ચારિયા,મનોજભાઈ ગોહેલ, અજીતભાઈ વાઢેર, ડો.રવિનાબેન મેઘનાથી,કુ.ભાવનાબેન અજમેરા,મહિલા મોરચાના ગીતાબેન માલમ,મમતા બેન રાવલ, લઘુમતી મોરચા નાં આરીફ ભાઈ નાઈ,અબ્બદુલામિયા સૈયદ, કિસાન મોરચાના મહામંત્રી,રવિભાઈ ચાપાણી, બક્ષીપંચ મોરચાના ભરતસિંહ વાંક,કાળુભાઇ ચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી દેવશીભાઈ ખાણીયા,સહિત હોદેદારોએ હાજરી આપી.આ બેઠકમાં આગામી તા.૩૦.સપ્ટેમ્બર નાં રોજ રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા)ની જન આશીર્વાદ યાત્રા આવાવની હોય, સાથે ૩ ઓક્ટોમ્બર નાં રોજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રા લઈ જૂનાગઢ જિલ્લામાં પધારતા હોય,જેને લઇને યાત્રાના રૂટ તેમજ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. યાત્રા દરમ્યાન જિલ્લા ની ટીમ દ્વારા આવનારી જન આશીર્વાદ યાત્રા નાં રૂટ પર નાં તમામ પોઇન્ટ પર મંત્રીશ્રીના સ્વાગત અંગે ના આયોજન અંગે તૈયારીઓ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

પ્રતિનિધિ
વસીમખાન બેલીમ …માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here