જૂનાગઢ જિલ્લા અને તાલુકા શહેર ભાજપ મંડળની બેઠક મળી

0
7

જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચો અને તમામ ૧૬ મંડળના સભ્યોની પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી જે.કે ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં મળી બેઠક

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચા અને તમામ ૧૬ મંડળના બક્ષીપંચ મોરચાના હોદેદારો શ્રીઓની પ્રથમ પરિચય બેઠક પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લાના મોરચાના પ્રભારી શ્રી છે કે ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં મળી હતી આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિક્રમભાઈ સિસોદિયા, મહામંત્રી શ્રી ઓ કાળુભાઈ ચાવડા, ભરતભાઈ વાંક, ઉપપ્રમુખશ્રીઓ અશોક ભાઈ સોલંકી, ભરતભાઈ વાળા, રાજેશ ભાઈ પરમાર, મંત્રીશ્રી દિલીપભાઈ કાતરીયા, જયંતીભાઈ કામડીયા, કોષાધ્યક્ષ, મયુર સિંહ મકવાણા તેમજ કાર્યાલય મંત્રી હરેશભાઈ મકવાણા તેમજ દરેક તાલુકા શહેરના પ્રમુખ મહામંત્રી શ્રી ઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં હાજર રહેલ હોદેદારશ્રીઓ એ પોતાનો પરિચય આપે પ્રમુખશ્રી દ્વારા તમામને આવકારવામાં આવ્યા હતા સાથે સાથે મોરચાને સોંપવામાં આવેલ કામગીરી માં વ્યક્તિલક્ષી યોજનાઓ ના લાભાર્થીઓની  તાલુકા તેમજ જિલ્લા કક્ષાએથી મેળવી લાભાર્થીઓ સુધી પહોંચી સરકારશ્રી તરફથી મળેલી સહાય અંગે રૂબરૂ મુલાકાત લઈને સોટ વિડીયો બનાવવાની સાથે સાથે સરકારશ્રીની વધુ યોજનાઓ લોકો સુધી પહોંચે જે બાબતે ચર્ચા કરવામાં આવી હતી આ બાબતની નોંધ કરવામાં આવે સાથે તાલુકા કક્ષાએ કારોબારીની રચના માટે નામો નક્કી કરી નિયત સમય પ્રમાણે જિલ્લાના મોરચાના પ્રમુખ શ્રી ઓને મોકલી આપવા જણાવ્યું હતું, આ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ચાવડા સાહેબે જણાવ્યું હતું કે જિલ્લા/તાલુકા એથી સોંપવામાં આવેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવી અને સેવા એ જ સંગઠન મુજબ વધુમાં વધુ લોકોએ સંગઠન માં જોડાય તે માટે ભાજપની મૂળ થીમ સાથે સંકલનમાં રહીને કામે લાગી જવા જણાવ્યું હતું

વસીમખાન બેલીમ માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here