જૂનાગઢ જિલ્લાના માઞરોળ તાલુકાનાલોએજ ગામે ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ તથા ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગઠિયા ની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો

0
1

જૂનાગઢ

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો વિકસિત ભારત નો સંકલ્પ પ્રેરણાદાયી છે લોકો સુધી આ સંદેસોપોહચે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાય હતી.


ધારાસભ્ય શ્રીએ આ પ્રસંગે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ પી એમ જે એ વાય કાર્ડ,સોઈલ હેલ્થ કાર્ડ સહિતની યોજનાઓના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરી હતી. આ પ્રસંગે લોકોને પ્રાકૃતિક કૃષિ અંગે પણ જાગૃત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નીહાળી હતી.


વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા પ્રેરિત કર્યા હતા.ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી ટુંકી ફિલ્મ નિહાળી હતી.
માંગરોળ તા. પં. ના પ્રમુખ ભાવેશભાઇ ડાભી બાલુભાઇ કોડીયાતર, જીવાભાઇ સોલંકી,ગોવાભાઈ ચાડેરા દાનભાઈ ખાંભલા રામભાઈ વાજા હરીભાઇ ખેર લોએજ ઞામ ના યુવા ઉત્સાહી શિક્ષિત પુવઁ સરપંચશ્રી રવિભાઈ લક્ષ્મણભાઈ નંદાણિયા ગામનાં આગેવાનો કાર્યકરો અને વેપારીમિત્રો ભાઈઓ અને બહેનો વિદ્યાર્થીઓ અને લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા દરમિયાન તાલુકા વિકાસ અધિકારી શ્રી રાણાભાઈ ઓડેદરા સાહેબ દ્રારા હરઘર જલ યોજના, આઈસીડીસએસ દ્રારા કાર્યરત વિવિધ યોજનાઓ,આરોગ્ય ને લગતી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે ,ગામના વહીવટી અધિકારી અને તલાટી-કમ-મંત્રીશ્રી,લખન ભાઈ સાજવા સાહેબ તથા લોએજ ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી શ્રી પરમાર સાહેબ તથા અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

અલ્પેશ કગરાણા
જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here