જૂનાગઢ એ પી એમ સી દ્વારા ખાતેદાર ખેડૂતોને અકસ્માત વીમા પોલિસી અંતર્ગત 3 લાભાર્થી ને ૧.૫૦૦૦૦/.નાં ચેક અર્પણ કરાયા

0
8

માર્કેટિંગ યાર્ડ નાં ચેરમેન કિરીટ પટેલ અને ડીરેકટરો નાં હસ્તે અર્પણ કરાયા ચેક

ત્રણ લાભાર્થી નાં પરિવારના સભ્યોને અપાયા ચેક

જૂનાગઢ તા.૨૮
જૂનાગઢ સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ દ્વારા એ.પી.એમ.સી ખાતે નોંધાયેલા ખાતેદાર ખેડૂતો માટે અકસ્માતમા મૃત્યુ નાં બનાવ બાદ એમના પરિવાર ને આર્થિક મદદ મળી રહે એવા ઉમદા વિચાર સાથે માર્કેટીંગ યાર્ડ તરફથી વીમા પોલિસી ઉતારવામાં આવે છે ત્યારે ખાતેદાર ખેડૂત નાં અકસ્માત બાદ થયેલ મૃત્યુ બાદ પરિવાર નાં સભ્યોને મદદ મળી રહે ત્યારે આજ રોજ જૂનાગઢ જીલ્લા માર્કેટિંગ યાર્ડ ખાતે અકસ્માતમા અવસાન થયેલા જિલ્લાના ખાતેદાર ખેડૂત નાં પરિવાર નાં સભ્યો ને માર્કેટિંગ યાર્ડ નાં ચેરમેન કિરીટ પટેલ નાં હસ્તે ચેક આપવામાં આવ્યા હતા,જેમાં જુનાગઢ તાલુકાનાં વડાલ ગામના ખેડૂત ખાતેદાર સ્વ.પ્રફુલભાઈ વેલજીભાઇ દોમડીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર સ્વ.નીતિનભાઈ ગોકળભાઇ ઢોલરીયા અને કેરાળા ગામના ખેડૂત ખાતેદાર સ્વ.રણછોડભાઇ બાબુભાઇ સરવૈયા નું અકસ્માતમાં અવસાન થતાં આજ રોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ ની પોલીસી મુજબ આજ રોજ ખેડૂત ખાતેદાર ના વારસદારોને માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન શ્રી કીરીટભાઇ પટેલ તથા ડીરેકટર શ્રી પ્રવિણભાઈ પટોળીયા તથા ડીરેકટર શ્રી ગોપાલભાઈ દેસાઈ ના વરદ હસ્તે રૂપિયા – ૧૫૦૦૦૦/- ના ચેકો અપૅણ કરવામાં આવેલ.

વસીમખાન બેલીમ.. માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here