માળીયા હાટીના ગઈકાલે તાલુકાના લાડુડી ગીર ગામે બપોરના સમયે ગામ નજીક આવેલ આંબાકુઈ નદી પરના ચેકડેમ પર કપડાં ધોઈ રહેલ ગીતાબેન રાજાભાઈ વાઢીયા નામની 47 વર્ષીય મહિલા પર મહાકાય અને ખુંખાર મગર એ હુમલો કરી નદીના વહેણની અંદર ખેંચી જતા આ મહિલાનું મૃત્યુ થયું હતુ આ બનાવની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેન્જ માળીયા ના આર એફ ઓ એ કે અમીન તથા સ્ટાફ તુરંત જ એક્ટિવ થઈ ઘટના સ્થળે પહોંચી બનાવની વિગત એકથી કરી માનવ હુમલો કરનાર મગર ની ગતિવિધિ પર નજર રાખી ચાર પિંજરા ગોઠવી મગરને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ જેમાં કલાકોની મહેનત બાદ આ મગરને પકડી પાડી સાસણ એનિમલ કેર ખાતે મોકલી આપેલ આ તકે વાઇલ લાઈફ આર એફ ઓ એ કે અમીન દ્વારા હાલ ચોમાસાના સમયમાં પાણીના વહેણમાં જળચર હિંસક પ્રાણીઓની હલચલ વધુ હોતી હોય નદી નાળા સહિત ભય વાળા વિસ્તારોથી લોકો ને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે અમે રહેણાંક વિસ્તાર નજીક કોઈ હિંસક વન્ય જીવ ચડી આવે તો તુરંત વન વિભાગ નો સંપર્ક કરવા જણાવ્યુ છે.
અલ્પેશ કગરાણા..જૂનાગઢ