જૂનાગઢમધુરમ વિસ્તાર માં મંગલધામ 2 સોસાયટી માં તુલસી પાર્ક પાસેથી રહેવાસી નો વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ ના કાર્યકર્તા ને ફોન કરી ને છેલ્લા અમુક દિવસો થી એક બળદ બીમાર હાલત માં હોવાની માહિતી આપી

0
11

જૂનાગઢમધુરમ વિસ્તાર માં મંગલધામ 2 સોસાયટી માં તુલસી પાર્ક પાસેથી રહેવાસી નો વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ ના કાર્યકર્તા ને ફોન કરી ને છેલ્લા અમુક દિવસો થી એક બળદ બીમાર હાલત માં હોવાની માહિતી આપી તેમજ તાત્કાલિક ગૌશાળા એ લઈ જવાની જરૂર પડી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ દ્વારા ગૌશાળા નો સંપર્ક કર્યો, મધુરમ વિસ્તાર માં રહેતા ગૌરક્ષકો ને ફોન કર્યો ને સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ખેતર માં વચ્ચે બળદ હોવાથી જે.સી.બી. ને બોલાવવાની ફરજ પડતા કાવ્યમ મિત્ર મંડળ ના કાર્યકર્તાઓ ને બોલાવ્યા તેમજ જે.સી.બી. ના મલિક સંજયભાઈ તેમજ હેમંત ભાઈ ને બોલાવી ને ખેતર માંથી બળદ ને સહી સલામતરીતે બહાર કાઢવામાં આવ્યો. આ તકે રાહુલભાઈ મેર, હાર્દિકભાઈ મિસ્ત્રી, પરાગભાઈ તન્ના, સંજયભાઈ, હેમંતભાઈ તેમજ સ્થાનિક ગૌરક્ષકો ખૂબ જ ઉપયોગી રહ્યા. ગૌશાળા માં સલામત રીતે પહોંચતા હવે તાત્કાલિક સારવાર થશે તેમજ જીવ પણ બચી જશે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સૌનો આભાર માને છે.

અલ્પેશ કગરાણા..જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here