જુનાડીસા હાઇવે પર ઈકો ગાડી કેબિનમાં ધુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા….

0
12

ડીસા તાલુકાના જુના ડીસા ગામે આજે ઉતરાયણ પર્વના દિવસે પણ હાઈવે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જુના ડીસા હાઇવે પર બપોરના સમયે એક ઈકો ગાડી ચાલકે ગફલતભરી ડ્રાઈવીગ કરીને ઈકો ગાડીને‌ રોડ પરના એક એક કેબિનમાં ધુસાડી દીધી હતી અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો જોકે ગંભીર અકસ્માતમાં બે લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા બાદ 108 ને જાણ કરાતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત બે લોકોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જોકે અકસ્માતના પગલે ગરીબ કેબિન ધારકને મોટું નુક્સાન થવા પામ્યું હતું જ્યારે ઈકો ગાડી કેબિનમાં ધુસી જતાં સર્જાયેલા અકસ્માતમાં લોકમુખે ચર્ચા મુજબ ઈકો ગાડી ચાલક નશાની હાલતમાં હોઈ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે નશો કરીને ડ્રાઈવિંગ કરતાં વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here