જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના આજક (ધેડ) ગામની સીમમાં અલભ્ય રૂખડાનું વૃક્ષ આવેલ છે.તે ઘેડ વિસ્તાર માટે ધરોહર સમાન છે.આ વૃક્ષ ગુજરાતમાં ઘેલું વૃક્ષ,મંકી બ્રેડ ટ્રી, ભૂતિયું ઝાડ વગેરે નામથી પ્રચલીત છે.

0
8

આ વૃક્ષની છાલ રાખોડી રંગની હોય છે.જેથી ચાંદની રાતમાં ચમકે છે. જેથી તે ‘ભૂતિયા વૃક્ષ’ તરીકે પણ ઓળખાય છે.તેની ડાળીઓ મૂળ જેવી દેખાતી હોવાથી બોટલ ટ્રી તરીકે પણ ઓળખાય છે.

આસ્થાના પ્રતીક સમાન આ રૂખડાનું ઝાડ ખુબજ દુર્લભ ગણાય છે.આ વૃક્ષની ઉંચાઈ પંદર મીટર આસપાસ હોય છે.આ વૃક્ષની છાલ ૪ થી ૬ ઈંચ જાડી હોય છે અને અંદર થડમાં પોલાણ હોવાથી મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થાય છે.

સાઉથ આફ્રિકામાં એક મોટા વૃક્ષના થડમાંથી પાણી કાઢતા લગભગ સવા લાખ લીટર જેટલું પાણી નીકળ્યું હતું.આજક ગામ સ્થિત આ વૃક્ષનું થડ ૧૨ થી ૧૫ લોકો સાંકળ બાંધીને ઊભા રહે તેટલું જાડું છે.

આ વૃક્ષમાં ચોમાસા માં લીલા પાંદડા આવે અને ૫–૬ ફુટ વ્યાસના સફેદ રંગના ફુલો ખીલે છે.આ ઝાડ પર આવતા ફળ પપૈયા જેવા હોય છે.ચોમાસાના ચાર મહિના જ આ ફળ-ફૂલ આવે છે

રૂખડાના ફળના માવામાં સંતરા કરતા પાંચગણું વિટામીન ‘સી’ હોય છે. જેથી ઘણા લોકો તેનું શરબત બનાવીને પીવે છે.માવાનું શરબત યુ.પી- એમ.પી માં ખૂબ વેંચાય છે.

આ વૃક્ષ આફ્રિકા અને મડાગાસ્કરનું મૂળવતની ગણાય છે.આશરે ૫૦૦ વર્ષ પહેલાંના સમયમાં આરબ વેપારીઓ દ્વારા આ વૃક્ષ ભારતીય ઉપખંડમાં લાવવામાં આવ્યું તેમ માનવામાં આવે છે.આફ્રીકાના મડાગાસ્કર દેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે.

આફ્રીકા માં વૃક્ષના થડમાંથી પાણી કાઢી નાખ્યા બાદ થડમાં બસ સ્ટેન્ડ, દવાખાનુ, પબ્લીક ટોયલેટ વગેરે બનાવે છે.પૂર્વ આફ્રિકાનો દેશ માડાગાસ્કરમાં ૨૦૦ ફૂટના ઘેરાવાવાળા વૃક્ષના પોલાણમાં બીયર બાર બનાવ્યું છે. જેમાં ૬૦ લોકો આરામથી બેસીને બીયર પીઈ શકે છે.

આફ્રિકાના લોકો રૂખડાને કલ્પવૃક્ષ તરીકે માને છે.તેના પાંદડાનો ઉપયોગ શાક તરીકે કરે છે.રૂખડાનુ વૃક્ષ ત્રણ થી પાંચ હજાર વર્ષ જેટલું આયુષ્ય હોય છે.તેમજ ધણીવાર હોલિવૂડ ફિલ્મોમાં આ વૃક્ષ જોઇ શકાય છે.

અહેવાલ
વસીમખાન બેલીમ માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here