જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને દાહોદ પ્રેરિત અને બી આર સી ભવન, લીમડી ખાતે કલા મહોત્સવ કાર્યક્રમ કરવામા આવ્યો

0
18

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં તારીખ ૧૮/૧૦/૨૦૨૧ સોમવાર ના રોજ તાલુકા કક્ષા નો કલા ઉત્સવ લીમડી કુમાર શાળા ખાતે યોજાયો હતો જેમાં પૂરા બ્લોક ના કુલ ૨૫ સીઆરસી સેન્ટર ના બાળકોની સંખ્યા ૧૦૦ જેટલી હતી જેમાં વિવિધ પ્રવૃત્તિ ઓ માં ભાગ લીધેલ હતો.જે બાળકો સી આર સી લેવલ ની સ્પર્ધા માં વિજેતા બનીને આજરોજ તાલુકા લેવલ ની સ્પર્ધા માં ભાગ લીધેલ હતો.
જેમાં ચાર વિભાગમાં સ્પર્ધા નું આયોજન થયું હતું
1.નિબંધ સ્પર્ધા
2.કાવ્ય ગાન
3.ચિત્ર સ્પર્ધા
4.વકતૃત્વ સ્પર્ધા
દરેક સ્પર્ધા માં 1 થી 3 વિજેતા નંબર આપવામાં આવ્યા હતા.
નિબંધ સ્પર્ધા :

 1. જે.વી.શેઠ પ્રા શાળા
 2. રળિયાતિ ભૂરા પ્રા શાળા
 3. ડગેરિયા પ્રા શાળા
  કાવ્ય ગાન :
 4. માંડલી ખુંટા પ્રા શાળા
 5. ગેંગદિયા પ્રા શાળા
 6. કે. જી. બી. વી. રૂપાખેડા
  વકતૃત્વ સ્પર્ધા :
 7. ખરસાના વર્ગ વગેલા પ્રા શાળા
 8. અનવરપૂરા પ્રા શાળા
 9. રળિયાતિ ભૂરા પ્રા શાળા
  ચિત્ર સ્પર્ધા :
 10. પાણીવેડ પ્રા શાળા
 11. ધાવડિયા
 12. રળિયાતિ ભૂરા પ્રા શાળા

તેમજ વસંત મસાલા પ્રા.લી. દ્વારા તેમના સહયોગ ના ભાગરૂપે તમામ આશરે ૧૦૦ જેટલા બાળકો ને તેમની મસાલા ની વિવિધ પ્રોડક્ટ ની કીટ પણ આપવામાં આવી હતી.અને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું જે તસવીર માં નજરે પડે છે

રિપોર્ટ: દિપક લબાના
ઝાલોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here