જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ પાલનપુર ખાતે ૧૧ મો “રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી”

0
89

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી તા.૨૫-૧-૨૧ના રોજ જી.ડી.મોદી કૉલેજ ઑફ આર્ટસ પાલનપુરમાં કરવામાં આવી. જેમાં કોલેજ ખાતે નાયબ મામલતદાર આશાબેન પટેલ તથા નાયબ મામલતદાર મનુભાઈ પટેલ, સેકટર ઓફિસર વિનોદભાઈ સોલંકી, કોલેજના પ્રિ. ડૉ.એસ.જી ચૌહાણ, અધ્યાપકગણ તેમજ સ્કૂલના બી.એલ.ઓ તેમજ એન.એસ.એસ ના સ્વયંસેવકો, હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રિ.ડૉ.એસ.જી ચૌહાણે મતદાન અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. જ્યારે નાયબ મામલતદાર આશાબેન પટેલ એ મતદાતાની માહિતી સાથે આ દિવસ વર્ષ 2011થી દર વર્ષે ૨૫ જાન્યુઆરીએ, ભારત ચૂંટણી પંચના સ્થાપના દિવસ 25 જાન્યુઆરી 1950ના સંદર્ભ માં ઉજવવામાં આવે છે આ પ્રસંગે તેમણે બહેનોને ખાસ મતદાન વિશે જાગૃતિ લાવવા પ્રેરિત કર્યા હતા, આ સાથે ઈ એપિક એપ્લિકેશન ની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. 18 વર્ષ પછી, મતદાતા બન્યા પછી સાચી લોકશાહી માં તેમની ફરજ શું હશે તે સમજે અને પોતે જાગૃત બને તે સહિતનું માર્ગદર્શન આપ્યું હતું.

ચૂંટણી અંગેની શ્રેષ્ઠ કામગીરી બદલ બી.એલ.ઓ, કુરેશી અબ્બાસ અલી કાસમલી, મોદી મહેન્દ્રકુમાર જે, મોદી પરેશાબેન આર. તથા સેકટર ઓફીસર વિનોદભાઈ સોલંકીને પ્રમાણપત્ર આપી નાયબ મામલતદાર આશાબેન પટેલ તથા મનુભાઈ પટેલ દ્વારા, સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે એન.એસ.એસ.ના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને મતદારો એ લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિ ડૉ..એસ.જી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડો. મનીષભાઈ રાવલે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.ભારતીબેન એ સુચારુ આયોજન કર્યું હતું .
પ્રોગ્રામ ઓફીસર: ડૉ. મનીષભાઈ ડૉ. ભારતીબેન રાવત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here