જીવતાં જગતિયું કરનાર રઘુવંશી લોહાણા સમાજ ડીસાનાં સવિતાબેન ઠકકરનું કરવામાં આવેલ સન્માન ..

0
0

ડીસા રઘુવંશી દેશી લોહાણા સમાજના પાયાના નિષ્ઠાવાન અગ્રણી સદગત વસંતભાઈ વકીલનાં ધર્મપત્ની ગંગાસ્વરૂપ સવિતાબેન વસંતલાલ ઠકકર ખૂબ જ ધાર્મિક,ગૌપ્રેમી તેમજ સમાજપ્રેમી છે.88 વર્ષની ઉંમરે તેમને સમાજ દર્શન કરવાની પ્રેરણાદાયી ઈચ્છા થતાં જીવતાં જગતિયું તેમજ સુંદરકાંડનું આયોજન શ્રી લોહાણા મહાજન વાડી ડીસા ખાતે કર્યું હતું.
આ દિવ્ય અવસરે ડીસા રઘુવંશી લોહાણા સમાજના સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,કનુભાઈ કે.આચાર્ય,સુરેશભાઈવાલેવડાવાળા,બાબુભાઈ પ્રાઈમવાળા,દિનેશભાઈ વી.મજેઠીયા,આનંદભાઈ પી.ઠકકર,બીપીનભાઈ એમ.ઠકકર,દર્શનભાઈ વકીલ,પરેશભાઈ જીવરાણી,દીલીપભાઈ વકીલ,સી.સી.ઠકકર,હસમુખભાઇ ઠકકર,અરવિંદભાઈ અખાણી,નિરંજનભાઈ પાંચાણી,ભરતભાઈ એચ.ગોકલાણી,દેવચંદભાઈએન.ઠકકર,રાજુભાઈ લેબોરેટરીવાળા સહિત સૌએ સાથે મળી સાલ ઓઢાડી સવિતાબેનનું દબદબાભેર સન્માન કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર પ્રસંગ માટે પૂરતી મહેનત કરનાર મધુબેન મધુસુદનભાઈ ઠકકરનું પણ સાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ઉપસ્થિત રહેનાર સૌ કોઈ માટે સુરૂચિ ભોજન પ્રસાદની અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.વિનોદબાંડીવાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here