
સિધ્ધપુર ખાતે જીઆઇડીસી ના પૂર્વ ચેરમેન દ્વારા નુતન વર્ષ પ્રસંગે ગોકુલ મિલ ખાતે શુભેચ્છાઓની આપલે કરવા માટે યોજાયેલ સ્નેહમિલન સમારંભમાં દરેક સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો

છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતથી નિયમિત રીતે યોજાતા સમારોહમાં ચાલુ વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયો હતો પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, જીલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પૂર્વ પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, સિધ્ધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અજીત કુમાર મારફતિયા, જસુભાઇ પટેલ ભાજપ જીલ્લા ઉપપ્રમુખ, શંભુભાઈ દેસાઈ , વિષ્ણુભાઈ પટેલ મહામંત્રી જીલ્લા ભાજપ, વિક્રમસિંહ ઠાકોર, ફારૂકભાઈ નાંદોલિયા, મનીષભાઈ શેઠ, હરેશભાઈ મકવાણા, દેવીપ્રસાદ ઠાકર , ભાજપ યુવા પ્રમુખ મિહિર પાધ્યા, દેવાભાઈ દેસાઇ , પ્રહેલાદભાઈ પટેલ, સિધ્ધપુર શહેર- તાલુકા અને સરસ્વતી તાલુકામાંથી નાના-મોટા દરેક સમાજના ગ્રામજનો અનેક અગ્રગણ્ય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
બ્યુરો ચીફ .કમલેશ પટેલ. પાટણ