જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા. ૩૦ સપ્ટેમ્બરે રોજગાર ભરતી મેળો યોજાશે

0
13

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે યોજાનારા ભરતી મેળામાં ફક્ત મહિલા ઉમેદવારો ભાગ લઇ શકશે

દાહોદ, તા. ૨૮ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ જિલ્લા ખાતે આગામી તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને એપ્રેનટિસશિપ તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર સવારે ૧૧ વાગ્યાથી યોજાશે જેમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરમાં ફક્ત મહિલા ઉમેદવારો જ ભાગ લઇ શકશે. ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગારી મળે તે માટે ઉમેદવારોની લઘુત્તમ લાયકાત ધોરણ ૧૨ પાસ, આઇ.ટી.આઇ. તમામ ટ્રેડ પાસ અને ઉંમર ૧૮ થી ૨૮ વર્ષ, વજન ૪૫ કિ.ગ્રા., ઉંચાઇ ૧૫૦ સેમી હોવી જોઇએ. હજાર રહેનાર કંપનીનું નામ એમ.જી. મોર્ટસ, હાલોલ, પંચમહાલ દ્વારા ઉમેદવારોનું ઇન્ટરવ્યું દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. તેમજ સ્વરોજગાર લોન સહાય અંગે ઉમેદવારોને માર્ગદર્શન પણ આપવામાં આવશે. ઉચ્ચ લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોએ ભરતી મેળામાં પોતાના બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવા જરૂરી છે . દાહોદનાં રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ : દિપક લબાના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here