જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરની અધ્યક્ષતામાં દાહોદમાં સાયબર ક્રાઇમ અને ઇન્વેસ્ટીગેશન પર સેમીનાર યોજાયો

0
4
  પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લા સરકારી વકીલશ્રી, દાહોદ દ્વારા સાયબર ક્રાઇમ અને ઇન્વેસ્ટીગેશન પર દાહોદ નગરમાં એક સેમીનાર યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એસ.આઇ. ભોરણીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રાંસગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, અત્યારના સમયમાં જયારે સાયબર ક્રાઇમ વધી રહ્યાં છે ત્યારે એ જરૂરી છે કે આ પ્રકારના ક્રાઇમને ડામવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ થાય. જિલ્લા પોલીસ તંત્રને પણ સમયાંતરે વિવિધ તાલીમના માધ્યમથી ટેકનોલોજીના ફિલ્ડમાં સજ્જ કરવામાં આવી રહ્યાં છે. જેથી આવા પ્રકારનાં ગુનાઓને ઝડપથી ઉકેલી શકાય અને રોકી શકાય. સાયબર ક્રાઇમ બાબતે જનજાગ્રૃતિ પણ એટલી જ જરૂરી છે.
આ કાર્યક્રમનો લાભ જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા સરકારી વકીલ શ્રી પી. જે. જૈન સહિતનાં સરકારી વકીલશ્રીઓએ લીધો હતો. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનાં નિષ્ણાંત ડો. દિગ્વીજયસિંહ રાઠોડે સાયબર ક્રાઇમ અને ઇન્વેસ્ટીંગેશનના ક્ષેત્રના તમામ પાસાઓની સરળ તેમજ રસાળ શૈલીમાં સમજ આપી હતી. 

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here