જિલ્લા કક્ષાએ આદર્શ વિદ્યાલયનું ગૌરવ

0
9


જિલ્લા કક્ષાએ યોજાયેલ “મહેસાણા જિલ્લા યુવા મહોત્સવમાં” આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ ભાગ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. જેમાં એકપાત્રિય અભિનયમાં સિદ્ધિ બેન રામી (11 સાયન્સ) પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. સમૂહ ગીત સ્પર્ધામાં પણ તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં તન્વી પ્રજાપતિ, પ્રાચી પ્રજાપતિ, હેપ્પી પ્રજાપતિ, પૂજા પ્રજાપતિ, જીલ પ્રજાપતિ, હની પ્રજાપતિ, યસ્વી સુખડિયા, નિયતિ પટેલ નામની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ છે. જિલ્લા કક્ષાએ બંને સ્પર્ધાઓમાં વિજેતા બનીને શાળાનું ગૌરવ વધારવા બદલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તથા આ પ્રવૃત્તિને તૈયાર કરનાર સ્ટાફ મિત્રોને સંચાલક મંડળના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વી.જી. ચૌધરી સાહેબ તથા શાળાના આચાર્યશ્રીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here