જિલ્લામાં નિવૃત્ત રમતવીરો પેન્શન મેળવવા માટે ૧૫ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે

0
0

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં વસવાટ કરતા નિવૃત્ત રમતવીરો કે જેઓની ઉંમર ૫૦ વર્ષથી વધુ હોય અને રમતગમત ક્ષેત્રે પોતાની કારકીર્દી દરમ્યાન ૩૫ વર્ષની ઉંમર સુધીમાં સરકારશ્રી દ્વારા યોજવામાં આવતી તથા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના ફેડરેશન દ્વારા યોજવામાં આવેલ. જે તે સમયની તમામ ઓલમ્પિક રમતો અને પારંપરિક રમતો જેવી કે, કબડ્ડી, ખો ખો, યોગાસન, મલખમ જેવી રમતોમાં વ્યક્તિગત કે ટીમ રમતમાં ગુજરાત રાજ્ય તરફથી નેશનલ ટીમ માટે મોકલાયેલ ટીમના તે સભ્ય હોય તેવા સાબરકાંઠા જિલ્લાના નિવૃત્ત રમતવીરોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સાબર સ્ટેડિયમ, ભોલેશ્વર તા.હિંમતનગર જિ.સાબરકાંઠા ખાતેથી કચેરી સમય દરમ્યાન ફોર્મ મેળવી તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં ડોમિસાઇલ પ્રમાણપત્ર, મેળવેલ સિદ્ધી ની સંપૂર્ણ વિગતો અને જરૂરી આધાર પુરાવા સહિત બે નકલમાં પહોંચાડવાના રહેશે. સમય મર્યાદા બહાર આવેલ અરજી અમાન્ય ગણવામાં આવશે. એમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here