કોરોનાવાયરસ ની સંભવીત ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે નવરાત્રિનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે પાટણ જિલ્લાના નાગરિકોને કોરોના સામે રક્ષા કવચ પૂરું પાડતી કોરોના પ્રતિરોધક રસી મળી રહે તે માટે આજે જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
માં અંબાની શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે સાથે સાથે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ પણ સેવાઇ રહી છે ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા માટે સૌથી અસરકારક એવી કોરોના પ્રતિરોધક રસી જિલ્લાના તમામ નાગરિકને સરળતાથી ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં આજે મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ નાગરિકોને નિશુલ્ક રસીકરણના પ્રયાસો અંતર્ગત પાટણ જિલ્લાના ગામડાઓ તથા શહેરી વિસ્તારના દરેક વોર્ડમાં વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લે અને આ મેગા વેક્સિન ડ્રાઇવમાં જોડાઈ ને “મારું ગામ કોરોના મુક્ત ગામ” અને “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” આ સુત્ર ને સાર્થક કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
નવરાત્રિના પાવન પ્રસંગે રસીના બન્ને ડોઝ લઈને સુરક્ષિત બનવા સાથે સાથે આ રસીકરણમાં રસીનો પહેલો ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો પણ આ રસીકરણ કરાવી પોતાની તથા પોતાના પરિવારને સુરક્ષા સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અર્બન 2 દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી તેમજ ૨સિકરણ ફરજિયાત લેવી બાબતે ફોનથી જાણકરી હતી
આવેલ તમામ ને પ્રથમ બાકી હોય તેને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
અને બીજો ડોઝ પણ આપવામાં આવ્યો
અર્બન હેલ્થ સેન્ટર-2 દ્વારા કાર્યક્રમ સફળ તેવા પ્રયત્નો કરવામાં આવ્યા
આ અર્બન 2 સેન્ટર ખાતે પટેલ સ્મિતાબેન (વેકશિનેટર) તેમજ રવિન્દ્રભાઈ ઠક્કર . સંજ્યભાઈ પટેલ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા
રીપોટર. કમલેશ પટેલ