જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણને વેગવંતુ બનાવવા અર્બન 2 સેન્ટર દ્વારા વેક્સિન લેવા માં બાકી રહેલાં લોકો ને ફોનથી અવગત કરાયાં..

0
5

અબૅન સેન્ટર 2 ની મેગા વેક્સિન કાયૅક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી..

પાટણ તા.10
કોરોનાવાયરસ ની સંભવીત ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે નવરાત્રિનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે પાટણ જિલ્લાના નાગરિકોને કોરોના સામે રક્ષા કવચ પૂરું પાડતી કોરોના પ્રતિરોધક રસી મળી રહે તે માટે આજે જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
માં અંબાની શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે સાથે સાથે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ પણ સેવાઇ રહી છે ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા માટે સૌથી અસરકારક એવી કોરોના પ્રતિરોધક રસી જિલ્લાના તમામ નાગરિકને સરળતાથી ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં આજે મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ નાગરિકોને નિશુલ્ક રસીકરણના પ્રયાસો અંતર્ગત પાટણ જિલ્લાના ગામડાઓ તથા શહેરી વિસ્તારના દરેક વોર્ડમાં વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લે અને આ મેગા વેક્સિન ડ્રાઇવમાં જોડાઈ ને “મારું ગામ કોરોના મુક્ત ગામ” અને “મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” આ સુત્ર ને સાર્થક કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
નવરાત્રિના પાવન પ્રસંગે રસીના બન્ને ડોઝ લઈને સુરક્ષિત બનવા સાથે સાથે આ રસીકરણમાં રસીનો પહેલો ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો પણ આ રસીકરણ કરાવી પોતાની તથા પોતાના પરિવારને સુરક્ષા સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.ત્યારે શહેરના અર્બન 2 સેન્ટર દ્વારા તમામ લોકોને વેક્સિન લેવા અપીલ કરી ૨સિકરણ ફરજિયાત બાબતે વેક્સિન લેવા નાં બાકી રહી ગયેલાં લોકો ને ફોનથી જાણ કરી વેક્સિન લેવા અવગત કર્યા હતા તો વેક્સિન મેગા drive ને સફળ બનાવવા
અર્બન 2 સેન્ટર ના પટેલ સ્મિતાબેન (વેકશિનેટર) તેમજ રવિન્દ્રભાઈ ઠક્કર, . સંજ્યભાઈ પટેલ સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

રીપોટર. કમલેશ પટેલ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here