જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ તા.૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ મોડાસા ખાતે યોજાશે.

0
16

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
,રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિ વિભાગ, ગાંધીનગર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહિવટી તંત્ર, અરવલ્લી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લી દ્વારા કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ નું આયોજન કરવામાં આવેલ છે.સમગ્ર ગુજરાત ભરમાં કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ માં વધુને વધુ કલારસીકો ભાગ લઈ શકે તે હેતુસર તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન શ્રી કે.એન.શાહ હાઈસ્કુલ,મોડાસા ખાતે યોજાશે. તાલુકા કક્ષાની સ્પર્ધાઓના વધુને વધુ કલારસીકો ભાગ લઇ શકે તે હેતુસર સાહિત્ય,કલા અને સાંસ્કૃતિક વિભાગની અલગ અલગ ૩૭ જેટલી કૃતિઓમાં પ્રથમ વિજેતા સ્પર્ધકો તથા સીધી કક્ષાએ યોજાનારા ૦૮ કૃતિઓ જેવી કે (સ્કુલ બેન્ડ, લોકવાર્તા, લોકગીત,દોહા-છંદ-ચોપાઈ,કથ્થક,કાવ્ય લેખન,ગઝલ શાયરી,સર્જનાત્મક કારીગરી અને ઓર્ગન) જેવી ૧૭ કૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા અને રાજ્યકક્ષા સુધી સ્પર્ધાઓ થનાર છે. કલા મહાકુંભ ૨૦૨૧– ૨૨ માં અલગ અલગ ચાર વયજુથ (૧) ૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ અને (૪) ૬૦ વર્ષથી ઉપર (ઓપન ગૃપ,ફક્ત રાજ્યકક્ષાએ) પ્રમાણે સ્પર્ધાઓ યોજવામાં આવશે.
જિલ્લાકક્ષા નો કલા મહાકુંભ તા.૨૨ અને ૨૩ ફેબ્રુઆરી ના રોજ સવારે ૯:૦૦ કલાકે થી ૧૦:૦૦ કલાક દરમ્યાન શ્રી કે.એન.શાહ હાઈસ્કુલ,મોડાસા ખાતે રજીસ્ટ્રેશન કરવા અરવલ્લી જિલ્લા રમતગમત અધિકારી શ્રી ની એક અખબાર યાદી દ્વારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here