જાયેંટ્સ ગ્રુપ કલોલ મેઈન ને બેસ્ટ ગ્રુપ ના એવોર્ડ થી સન્માનિત કરાયુ

0
7

જાયેંટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ના ફેડરેસન 3 સી નું વાર્ષિક અધિવેશન તાજેતર માં યોજાઈ ગયુ જેમાં કોરોના કાળ ની વિકટપરિસ્થિતિ માં પણ અડગ રહી સેવા કર્યોં કરનાર જાયેંટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન ને સમગ્ર ફેડરેસન ના બેસ્ટ ગ્રુપ નો એવોર્ડ આપી સન્માનિત કરાયુ હતું.ગ્રુપ ને આ ઉપરાંત બેસ્ટપ્રમુખ,બેસ્ટ ડીએ, બેસ્ટ ડી એફ,મેમ્બરશીપ ગ્રોથ, બેસ્ટ જાયેંટ્સ વીક,તથા સૌથી વધુ બ્લડ એકત્ર કરાવતો એવોર્ડ મળ્યો હતો તેમજ કલોલ મેઈન ના યંગ ડિવિઝનને બેસ્ટ ગ્રુપ નો તથા બેસ્ટ પ્રમુખ નો એવોર્ડ મળ્યો હતો.ફેડરેસન ના પ્રમુખ બાબુભાઈ પટેલ ના હસ્તે ગ્રુપ પ્રમુખ જયેશકુમાર બારોટ (એડવોકેટ )ને આ એવોર્ડ અપાયો હતો જેમાં જિલ્લા કો ઓડીનેટર ભરતભાઈ પટેલ તત્કાલીન ફેડ. પ્રમુખ કૌશિકભાઈ પટેલ તથા ગ્રુપ ના અન્ય સ્ભ્યો હાજર રહ્યા હતા.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here