જાયન્ટ્સ પાટણ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યો

0
39

જાયન્ટસ પાટણ એ પાટણ ની સેવાકીય પ્રવુતિ કરતી અગ્રણી સામાજિક સંસ્થા છે છેલ્લા ચાર મહિના માં કોરોના ની વિકટ પરિસ્થિતિમાં સતત સેવા કરતી સંસ્થા છે .

જાયન્ટ્સ પાટણ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગંગાસ્વરૂપ વિધવા બહેનોને રાશન કીટ વિતરણ કરાઈ.. અબોલ જીવો માટે સિમેન્ટની પાણીની કુંડીઓ ચાટ નું પણ વિવિધ વિસ્તારોમાં વિતરણ કરાયું.. પાટણ શહેરમાં અનેક સેવાકીય પ્રવ્રૂતિ કરતી જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન જાયન્ટસ પાટણ દ્વારા કોરોનાની મહામારી ના કપરા સમયમાં ગંગાસ્વરૂપ વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ બનવાની ભાવના સાથે રાશન કીટ વિતરણ કરવામાં આવી રહી છે. શ્રી સરદાર સરોવર નર્મદા નિગમ કાર્યપાલક ઇજનેર શ્રી ની કચેરી ચાણસ્મા વિભાગીય અને પેટા વિભાગીય કચેરી ના કર્મચારીઓના આર્થિક સહયોગથી જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા 50 જેટલી ગંગાસ્વરૂપ વિધવા બહેનોને જીવન જરૂરિયાતની 25 જેટલી ચીજવસ્તુઓ સાથેની રાશન કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજીત કરાયો
આ સાથે જાયન્ટસ પરિવાર પાટણ દ્વારા અબોલ જીવો માટે સિમેન્ટની 50 જેટલી પાણીની કુંડીઓ તેમજ કૂતરાઓ માટે ચાટ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની માંગ મુજબ વિતરણ કરવામાં આવી . જે પણ વ્યકિત ને જરૂર હોય તો પટેલ ઉજ્જવલ 7383780453, 9624657644
પર સંપર્ક કરી મેળવી શકે છે તમામ ઉમદા દાનવીરો નું જાયન્ટ્સ પરિવાર હૃદય થી આભાર માનેલ .
જાયન્ટસ પરિવાર પાટણ દ્વારા આયોજિત આ સેવાકીય પ્રવૃત્તિમાં સંસ્થાના પ્રમુખ નટુભાઇ દરજી, વાઇસ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ઉજ્જવલભાઇ પટેલ, ખજાનચી નિમેષભાઈ ગાંધી, સેક્રેટરી પ્રહલાદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રાજપુરોહિત સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here