જાયન્ટ્સ પાટણ અને કેશવ માધવ સમૂર્તિ કેન્દ્ર સંયુક્ત ઉપક્રમે દાતા ના સહયોગ થી સૂર્યનગર પ્રાથમિક શાળાના 250 વિધાર્થીઓ ને સ્વેટર વિતરણ કરાયું.

0
4

“માનવ સેવા એજ પ્રભુ સેવા”
જાયન્ટ્સ પાટણ પ્રોજેક્ટ નં -8



આજ તા 22-12-2021 ને મંગળવારના રોજ દાતા શ્રી શંકરભાઇ વી પટેલ અયોધ્યાનગર સોસાયટી ના સહયોગ થી સૂર્યનગર પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના તમામ 250 વિષાર્થીઓને રૂપિયા 53000 ખર્ચ થી સારી કયોલોટી ના સ્વેટર નંગ 250 વિતરણ કરવામાં આવેલ,સદર. પ્રોજેક્ટ ના માર્ગદર્શક શ્રી હિતેશભાઈ ઠક્કર એડવોકેટ હતા.જેવો એ આ સ્કૂલ ના બાળકોને શિયાળાની ઋતુમાં સ્વેટર આપવા યોગ્ય છે.તેમ જાયન્ટ્સ પાટણ ને જણાવેલ ,હિતેશભાઈ અને દાતા શ્રી શંકર ભાઈ પટેલ નો જાયન્ટ્સ પાટણ પરિવાર ખુબ ખુબ આભાર માને છે.
સદર પ્રોજેક્ટમાં દાતા શ્રી શંકરભાઇ વી પટેલ,નગર સંઘ ચાલક શ્રી નિરંજનભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન શ્રી હિતેશભાઈ ઠક્કર ,અને અન્ય ઘણા મીત્રો એ હાજરી આપેલ,
જાયન્ટ્સ પાટણ પ્રમુખ શ્રી નટવરભાઈ વી દરજી ,મંત્રી શ્રી પ્રહલાદભાઈ પટેલ ,સ્કૂલ પ્રિન્સિપાલ અનિતાબેન ,મિત્ર મેહુલભાઈ અને સ્ટાફગણ કાર્યકમ માં હાજરી આપીને સેવા નો લાભ લીધેલ, સદર સ્કૂલ ના નાના નાના ભૂલકાંઓ સ્વેટર પહેરીને ખુબ આનંદિત બનેલ,વાલીગણ ગામના આગેવાન મિત્રો અને સ્કૂલ સ્ટાફ ગણે જાયન્ટ્સ પાટણ ની અને દાતા ની સેવાને બિરદાવેલ
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here