જાયન્ટસ કલબ પાટણ દ્વારા સેવાકીય પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ડસ્ટબિન વિતરણ કરાયાં..

0
8

જિલ્લા પોલીસ વડા સહિત સંસ્થાના પ્રમુખ અને દાતા પરિવાર એ ઉપસ્થિત રહી સેવાકીય પ્રોજેક્ટને સફળ બનાવ્યો..

પાટણ તા.૨૬
જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટ્સ પાટણ દ્વારા શુક્રવારના રોજ ૨૩૬ માં સેવાકીય પ્રોજેક્ટ અંતર્ગત દાતા શ્રીમતી નયના બેન સુનિલભાઈ ગોસાઈ અને શ્રી અમર રજનીકાંત શાહ ના સહયોગથી પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં સ્વચ્છતા હેતુ માટે ડસ્ટ બીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જાયન્ટસ કલબ પાટણ દ્વારા આયોજિત આ સેવા પ્રોજેક્ટ માં જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે ૧૦ ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સેવા પ્રવૃતિ માં જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જાયન્ટ્સ પ્રમુખ નટવરભાઈ દરજી ,દાતા શ્રી નયનાબેન સુનિલભાઈ ગોસાઈ , અને અમર રજનીકાંત શાહ અને જાયન્ટ્સ મેમ્બર સુનિલભાઈ ગોસાઈ અને તેમના પરિવારે ઉપસ્થિત રહી સેવા પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here