જસદણનું આલણસાગર તળાવને છલકવાને છ ફૂટ છેટું:પીવાનાં પાણીનો પ્રશ્ન હલ

0
3

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેર અને તાલુકાનાં કેટલાંક ગામોની રવિપાક માટે ખેતીને આશીર્વાદરૂપ બનતું તાલુકાનાં બાખલવડ ગામે આવેલ આ આલણસાગર તળાવની સપાટી ૨૬ ફૂટ પર થતાં હાલ તો પીવાનાં પાણીનો પ્રશ્ન હલ થયો છે ત્યારે આ તળાવ છલકવાને માત્ર ૬ ફૂટનું અંતર રહેતાં શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે ગત વરસાદના રાઉન્ડથી આ તળાવની સપાટીમાં વધારો થતાં આગામી વરસાદના રાઉન્ડથી છલકાઈ જાય એવી પૂર્ણ શક્યતા છે જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું કે જસદણ શહેરને પીવા અને રવિપાકની ખેતી માટે પાણી પૂરું પાડતું આલણસાગર તળાવ રજવાડાંનું બેનમૂન સર્જન છે ૧૨૩ વર્ષ પછી પણ આ તળાવ અત્યારના સમય અનુરૂપ બન્યું હોય એવો અહેસાસ થાય છે વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ઇસ્વીસન ૧૯૦૦ ની સાલમાં પ્રજા વત્સલ રાજવી આલા ખાચર બાપુએ આ તળાવ પ્રજાની સુખાકારી માટે બનાવ્યું હતું તે વર્ષો પછી અને આવનારી પેઢી માટે આશીર્વાદરૂપ બનશે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here