જસદણની ચુનારાવાડ પ્રાથમિક શાળામાં એક સખીદાતાએ ઠંડા પાણીનું ફ્રીઝ અને ફિલ્ટર મુકાવ્યું

0
10

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ચુનારાવાડ પ્રાથમિક શાળામાં તાજેતરમાં મુળ જસદણના એક નિવૃત્ત બેંક ઑફિસરએ પોતાનાં સ્વ ખર્ચે ઠંડા પાણીનું ફ્રીઝ અને ફિલ્ટર પ્લાન્ટ લગાવી આપતાં શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં આનંદ છવાયો હતો જસદણના ચુનારાવાડ વિસ્તાર અતિ પછાત વિસ્તાર ગણાય છે આ વિસ્તારમાં પ્રાથમિક શાળા આવેલી છે જયાં લાંબા સમયથી ચોખ્ખું અને ઠંડુ પાણી ઉપલબ્ધ નહોતું એની જાણ મુળ જસદણના અને હાલ રાજકોટ રેહતા નિવૃત્ત બેંક ઑફિસર ગુણવંતભાઈ ભગવાનજીભાઈ નારિયાને થતાં તેમણે તાત્કાલિક અસરથી તેમનાં વતનની શાળા માટે રૂપિયા પચાસ હજારથી વધુ કિંમતનું ઠંડા પાણીનું ફ્રીઝ અને ફિલ્ટર પ્લાન્ટ લગાવી આપતાં અહી અભ્યાસ કરતાં નાના વિધાર્થીઓમાં આનંદ છવાયો હતો. અત્રે નોંધનીય છે કે જસદણના આ નિવૃત બેંક ઑફિસર ગુણવંતભાઈ ભગવાનજીભાઈ નારિયા ઘણી જગ્યાઓ પર પોતાનું યથા શક્તિ મુજબ પુણ્યકાર્ય ચાલું રાખે છે આ અંગે તેઓ કોઈ સ્વાર્થ રાખ્યાં વગર નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરતાં હોવાથી તેમના અનેક કાર્યો દીપી ઉઠયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here