PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય, લણવા પાટણ દ્વારા F4S કાર્યક્રમ હેઠળ સન્માનિત મહેમાનો દ્વારા 50 થી વધુ સરકારી અને ખાનગી શાળાઓને FIFA દ્વારા પ્રદાન કરવામાં આવેલ 200 ફૂટબોલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન-શ્રી દ્વારા ફીફા ફૂટબોલનો ઉપયોગ કરીને PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય, પાટણ દ્વારા ફૂટબોલ મેચની પ્રતિકાત્મક કિક-ઓફ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન-શ્રી કિરણભાઈ પટેલ, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી, પાટણ.
અતિથિ વિશેષ શ્રી કુબેરભાઈ ચૌધરી, પ્રમુખ, જિલ્લા વ્યાયામ મંડળ, પાટણ, લણવાના સરપંચ શ્રી તખ્તસિંહ રાજપૂત અને
સન્માનિત મહેમાન
શ્રી સુમરા લતીફ – સેક્રેટરી, ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન અને શ્રી હાર્દિક પ્રજાપતિ, જોઈન્ટ સેક્રેટરી, ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, આ તમામ મહેમાનો અને 50 શાળાના ખેલાડીઓ અને એસ્કોર્ટ્સ (માગઁરક્ષી)આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, લણવા પાટણના આચાર્ય શ્રી. બંશીલાલ રાણાએ સમારોહમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને આભાર માન્યો હતો અને રમતગમત ક્ષેત્રે અમારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે વિદ્યાલયની ઉપપ્રાચાર્યા શ્રીમતી મીરા વ્યાસ મેડમે બાળકોને જીવનમાં રમતગમતનું મહત્વ દર્શાવતો સંદેશ આપેલ હતો
F4S એ વિશ્વભરના આશરે 700 મિલિયન બાળકોના શિક્ષણ, વિકાસ અને સશક્તિકરણમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તે સંબંધિત સત્તાવાળાઓ અને હિતધારકો સાથે ભાગીદારીમાં, શિક્ષણ પ્રણાલીમાં ફૂટબોલ પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર છોકરાઓ અને છોકરીઓ બંને માટે ફૂટબોલને વધુ સુલભ બનાવવાનો હેતુ ધરાવે છે.
રીપોટર . કમલેશ પટેલ. પાટણ