જન જાતિ કલ્યાણ આશ્રમ દ્વારા સીંગવડ તાલુકા ના જાલીયાપાડા ગામે નિઃશુલ્ક સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો.

0
8

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા ના જાલીયાપાડા ગામ ખાતે હાલ માં ચાલી રહેલી રોગ ચાળા ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી તારીખ ૦૫/૦૯/૨૦૨૧ ના રોજ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમા આજુબાજુ ના વિસ્તાર ના ૨૦૦ થી વધારે લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો. જન જાતિ કલ્યાણ આશ્રમ ના ડૉ. નિલેશ સેલોત, સરકારી હોમીઓપેથીક દવાખાના, રણધીકપુર ના ડૉ. ઉમેશભાઈ શાહ દ્વારા દર્દીઓ ને સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ માં ચેહર લેબોરેટ્રી સીંગવડ જીગ્નેશ મકવાણા અને સુનિલભાઈ માલીવાડ ના સહયોગ થી ફ્રી ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર ની તપાસ કરતા ૭ જેટલા ડાયાબિટીસ અને ૬ જેટલા હાયપરટેન્શન ના દર્દીઓ મળી આવ્યા હતા જેઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચામડી રોગ, શરદી ખાંસી, તાવ જેવા રોગો ની સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવી કોરોના માટે અસરકારક હોમીઓપેથી દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સરજૂમી તાલુકા પંચાયત ના તાલુકા સભ્ય શ્રી સુરેશભાઈ ચૌહાણ અને સીંગવડ તાલુકા જન જાતી કલ્યાણ આશ્રમ ના પ્રમુખ રમણભાઈ બારીયા અને મંત્રી રમેશભાઈ સેલોત ના સંકલ્ન અને આરોગ્ય વિભાગ સીંગવડ ના સહયોગ થી મેડિકલ કેમ્પ સફળ રહ્યો હતો.રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલદાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here