જનરલ હોસ્પીટલ પાલનપુર કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની સારવાર માટે સંપુર્ણ સજ્જ…

0
7


*** બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ આગામી સાવચેતીના ભાગરૂપે વેન્ટિલેટર, મોનિટર સહીત ઓકિસજન પાઇપ સાથે કુલ 42 બેડનો વોર્ડ કરાયો શરૂ….
*** બનાસ મેડિકલ કોલેજ મોરીયા ખાતે અત્યાર સુધી 1 લાખ 10 હજારથી વધુ RTPCR ટેસ્ટ આવ્યા કરવામા..
*** ઓમિક્રોનથી મૃત્યુ થવાનુ જોખમ ઓછુ, પણ સાવચેતી રાખવા ડોક્ટરોની સલાહ…બનાસકાંઠા જિલ્લામાં અત્યારે એમિક્રોનનો એક પણ કેસ નહિ.

          બનાસકાંઠાની મોરપીંછ સમાન ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ પાલનપુર કોવિડના નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખતા આગામી સાવચેતીના ભાગરૂપે વિવિધ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પૂર્વ આરોગ્યમંત્રી અને બનાસ મેડીકલ કોલેજના આદ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આગામી ચેતવણીને ધ્યાનમા રાખતા 42 બેડનો વોર્ડ શરૂ કરાયો છે.જેમા 30 ઓક્સીજન જોડાણ સાથેના બેડ ઓમિક્રોન માટે ફાળવવામા આવ્યા છે. જો વાત કરવામાં આવે તૈયારીઓની તો આ અંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરી અને મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ સુનીલ જોશીએ જ્ણાવ્યુ હતુ કે અત્યારે 40 વેન્ટિલેટર, 120 મોનિટર, 400 હ્યુમિડી ફાયર , 50 ઓકિસજન ભરેલા જમ્બો સિલેન્ડર, 657 ઓકિસજન બેડ સાથેનુ કનેક્શન, 15 ઈ.સી.જી મશીન, 6 એક્સરે મશીન, ક્રાયોજેનિક લિક્વિડ ઓક્સિજન ટેન્ક સહીતની તમામ સુવીધાઓની તૈયારીઓ કરી લેવામા આવી છે...
                         તો જનરલ હોસ્પીટલ પાલનપુરની કોવિડ વિરુધ્ધ તૈયારીઓ અંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે. ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે અમે લોકોએ આગામી ચેતવણીના ભાગરુપે સંપુર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે કોરોનાની બન્ને વેવ તથા મ્યુકરમાઈકોસીસ જેવી ગંભીર બિમારીઓમા હજારો દર્દીઓને મફત સારવાર આપવામા આવી છે. ખાસ કરીને કોરોનાની જો વાત કરવામા આવે તો બન્ને વેવમા જનરલ હોસ્પિટલ પાલનપુર અને બનાસ મેડિકલ કોલેજ મોરીયા ખાતે કુલ 3 હજાર 448 લોકોને સારવાર આપવામા આવી હતી. આ સિવાય 14000 થી વધુ દર્દીઓને ઓ.પી.ડીની બહાર સારવાર આપવામા આવી હતી. કોરોના દરમિયાન બનાસ ડેરીના વિઝનરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતનો સૌ પ્રથમ 20 ક્યુબીક ઓકિસજન પેદા કરતો પી.એસ.એ પ્લાન્ટ ઉભો કરવામા આવ્યો હતો કે જેની નોધ વડાપ્રધાન શ્રી નરેંન્દ્રભાઈ મોદી દ્વારા પણ લેવામા આવી હતી. મ્યુકરમાઈકોસીસની બિમારી સંબંધીત સારવાર માટેના અધ્યતન સાધનો સહીત કોવિડને લગતી જરુરી તમામ સાધનસામગ્રી પણ ઉપલબ્ધ છે. પહેલા દર્દીઓને આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવવા બહાર જવુ પડતુ હતુ પણ અત્યારે અહી મોરીયા ખાતે જ રુપીયા 1 કરોડના ખર્ચે NABL માન્યતા ધરાવતી RTPCR Lab શરુ કરવામા આવી છે અને અત્યાર સુધી 1 લાખ 10 હજારથી વધુ લોકોના RTPCR ટેસ્ટ કરવામા આવ્યા છે.
        હવે પછી આગામી સમયમા જો કોવિડ જેવી પરીસ્થિતીઓ ઉભી થાય છે તો એના માટે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર વિકટ પરીસ્થિતીઓને પહોચી વળવા માટે સંપુર્ણ સજ્જ છે.. ભવિષ્યમા આવી જો કોઈ પરીસ્થિતી ઉભી થાય છે તો વધુમા વધુ દર્દીઓને પથારી અને ઓક્સિજન સહિતની સુવિધા પ્રદાન કરવામા આવશે તેવું પ્રમુખ શ્રી પી.જે.ચૌધરીએ જણાવ્યું હતું...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here