જનજાતિ કલ્યાણ આશ્રમ-ગુજરાત દાહોદ જિલ્લા દ્વારા માં દશામાં ની મૂર્તિ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

0
22

જનજાતિ કલ્યાણ આશ્રમ-ગુજરાત દાહોદ જિલ્લા દ્વારા માં દશામાં ની મૂર્તિ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ધાનપુર, દેવગઢબારિયા અને સીંગવડ, ગરબાડા , ઝાલોદમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

દશામાની મૂર્તિ વિતરણ કાર્યક્રમમાં કુલ ૧૭૦ મૂર્તિઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે અંદાજે ૨૦૦ જેટલાં વૃક્ષોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મા શ્રી ધનાભાઈ મહારાજ જન જાતિ કલ્યાણ આશ્રમ- ગુજરાત, શ્રદ્ધા જાગરણના પ્રાંત પ્રમુખ તથા લીલાબેન નાયક ગુજરાત પ્રાંત સહ શિક્ષા આયામ ના પ્રમુખ, દાહોદ જિલ્લા ના ઉપાધ્યક્ષ સોમાભાઈ પસાયા, દાહોદ જિલ્લાના શ્રદ્ધા જાગરણના પ્રમુખ ગણપતભાઇ સંગાડા, દાહોદ જિલ્લાના પ્રચાર પ્રમુખ અને જિલ્લાના લોક કલા પ્રમુખ શ્રી વિપુલભાઈ રાવત, રાજેશ ભાઈ મકવાણા સંગઠન મંત્રી દાહોદ જિલ્લા ના, તેમજ ડૉ.નિલેશભાઈ સેલોત, બાળ સંસ્કાર કેન્દ્ર માંથી પારુલ બેન મગનભાઈ ચૌહાણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. માં દશામાં ની મૂર્તિની સ્થાપના અને આસ્થા વિશે વિસ્તૃત માહિતી ધનાભાઈ મહારાજે આપી અને મૂર્તિનું વિતરણ કર્યું હતું. રીપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here