જગાણા ગ્રામ-પંચાયતમાં સભ્ય પદની બેઠક પર બાહોશ પત્રકાર રતીભાઈ લોહ ને ઠેર ઠેર આવકાર

0
12

રતીભાઈ એક તંત્રીની સાથે પ્રતિભાશાળી સામાજિક કાર્યકર પણ છે

જગાણા ગામના વિકાસની નોંધ રાજય ના દરેક ગામો માટે એક પ્રેરણા-રૂપ બની રહેશે : રતિલાલ
| પાલનપુર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણી ઓ ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની અતિમહત્વની ગણાતી જગાણા ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે, જેમાં ચૌધરી સમાજમાંથી સભ્યની બેઠક માટે બાહોશ પત્રકાર તંત્રી અને બનાસકાંઠા પત્રકાર સંઘના પ્રમુખ એવા રતીભાઈ લોહએ જમ્પલાવતા તેમના વોર્ડમાં તેમને ઠેર ઠેર મીઠો આવકાર મળી રહ્યો છે. જો કે રતીભાઈ વિશે ગામના અન્ય સમાજના આગેવાનો પાસે જાણવાનો પ્રયત્ન કરતાં જાણવા મળ્યું હતું કે રતીભાઈ એક બાહોશ-પત્રકાર ની સાથે પ્રતિભાશાળી સામાજિક કાર્યકર પણ છે અને બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ પણ છે. તેમનો હસમુખો ચહેરો, સૌમ્ય સ્વભાવ,અને પારદર્શક જીવન જીવવાની કળા તેમજ કોઈપણ ભેદભાવ શિવાય તમામ સમાજોને સાથે લઈ ચાલનારા ગામના એક યુવા અગ્રણી છે, જેનો લાભ સમગ્ર ગામને મળશે, અને તેઓ ગામના વિકાસ માટે રાત-દિવસ જોયા વગર ખડે-પગે કામ કરશે તેઓ અમને સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે તેમને જ બહોળી લીડ થી અમારા વોર્ડના સભ્ય પદ પર ચૂંટીશું.
આ બાબતે ઉમેદવાર રતીભાઈએ જણાવ્યું હતું કે આ સભ્ય પદની ચૂંટણી માં જીત મેળવ્યા પછીના આવનાર પાંચ વર્ષના સમયગાળા દરમિયાન મારા વોર્ડના વિકાસ માટે વોર્ડના દરેક જરૂરિયાત-મંદ ને ઘરનું ઘર મળી રહે તેમજ વોર્ડની અંદર રોડ, રસ્તાઓ,ગટરની સુવિધા, સ્ટ્રીટ-લાઈટ,તેમજ વોર્ડના ખેડૂતો, ખેતમજૂરો,વિદ્યાર્થીઓ, વગેરે બોર્ડ આ દરેક નાગરિક ને સરકારી યોજનાઓ નો સંપૂર્ણપણે ઘરે-બેઠા લાભ મળી રહે તે માટે પ્રયત્નશીલ રહીને વોર્ડના વિકાસ માટે સરકાર શ્રી ગ્રાન્ટ માટે યોગ્ય રજુઆત કરી જગાણા ગામના વિકાસની નોંધ રાજય ના દરેક ગામો માટે એક પ્રેરણા-રૂપ બની રહે અને વોર્ડના વિકાસની નોંધ રાજય અને દેશ સુધી લેવાય તેવા પ્રયત્નો કરવા હર-હમેંશ કટીબદ્ધ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here