
પ્રધાનમંત્રીશ્રીના સ્વ.માતૃશ્રી હીરાબા અને ડીસાના પત્રકાર દૈવત બારોટને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.
અકસ્માતમાં ઘાયલ થયેલા કિ્કેટર રીષભ પંતના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી

આજરોજ પાલનપુરના જગાણા વકીલ ફાર્મ ખાતે બનાસકાંઠા પત્રકાર સંઘનું સંમેલન વિશાળ સંખ્યામાં યોજાયું હતું. નવા વર્ષના સ્નેહમિલન પ્રસંગે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું અને વિશિષ્ટ પત્રકારોઓનું શાલ ઓઢાડીને સન્માનિત કરાયા.સ્નેહમિલનના કાર્યક્રમમાં મીડિયાની ભૂમિકા, પડકારો,મિડિયા વિશે વિસ્સૃત ચર્ચાઓ, પત્રકારોના હિતો અંગેની ચર્ચાઓ કરી હતી આ સ્નેહમિલનમાં ૨૨ જેટલા નવા પત્રકારો જોડાયા હતા. જગાણા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમહેમાન માં રેસુંગભાઈ ચૌહાણ(સિનિયર સબ એડિટર) લાલજીભાઈ કરેણ,(જિલ્લા સદસ્ય) પ્રહલાદભાઈ પરમાર (સરપંચ) ગણેશભાઈ જુડાલ,(બાર એસો.વકીલ પ્રમુખ) ભેમજીભાઈ ચૌધરી, કેશરભાઈ લોહ, દિલીપભાઇ કરેણ,મુકેશભાઇ ઠાકોર જેવા આ પ્રસંગે અગ્રણીઓ હાજર રહયા હતા. બનાસકાંઠા પત્રકારસંઘમાં નવા જોડાયેલા તમામ પત્રકાર સભ્યોએ નિષ્ઠાથી સેવા કરીશું તેવી ખાત્રી આપી હતી.

બનાસકાંઠા પત્રકાર સંઘ ના સભ્ય અને પવન એક્સપ્રેસ ના તંત્રી તેમજ દેવ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ એવા પ્રવિણભાઇ પ્રજાપતિ (પવન) દ્વારા ફસ્ટએડ અને CPR ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સ્નેહમિલન પ્રસંગે બનાસકાંઠા પત્રકારસંઘના પ્રમુખશ્રી રતિભાઇ લોહ, ઉપપ્રમુખ અનિલભાઈ ઠાકર, મંત્રી વિજયસિંહ ઝાલા,દુર્ગશભાઇ ચૌધરી, પવન પ્રજાપતિ,જયેશભાઇ મોદી, નિલેષભાઈ પટેલ,પુષ્કર ગૌસ્વામી, શૈલેષ ગોસ્વામી, નરેશ મકવાણા, હિરેન ઠાકર, રાજુભાઇ પટેલ, જગદીશભાઈ સોની,સંજય પ્રજાપતી, પ્રવિણભાઇ ચૌહાણ, કનુભાઈ દેસાઇ, ગણેશભાઈ પટેલ, દિનેશ પરમાર, લાલાભાઇ દેસાઇ, વિજયસિંહ ખેર,કમલેશ ગોસ્વામી તથા અન્ય પત્રકારમિત્રો હાજર રહયા હતા. અંતે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.