છોટાઉદેપુર જિલ્લા મુખ્ય મથકથી નજીક આવેલ ગાંઠીયા ગામે બે નવીન આધુનિક પ્રાથમિક શાળાનો ઉપયોગ કરવામાં ન આવતા શોભાના ગાંઠિયા સમાન બની છે. કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા એ રૂબરૂ મુલાકાત લીધી હતી.

0
0

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકથી નજીક આવેલ ગાંઠીયા ગામે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2018 19 માં લાખો રૂપિયાના ખર્ચે છ થી આઠ ધોરણ માટે પ્રાથમિક શાળા આધુનિક બનાવવામાં આવી હતી. આ પ્રાથમિક શાળા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેના માટે બનાવવામાં આવી હતી. જોકે આ પ્રાથમિક શાળાનો છેલ્લા પાંચ વર્ષથી ઉપયોગ કરવામાં આવતો નથી. જેનું મુખ્ય કારણ એક જ છે કે શાળા બનીને તૈયાર થઈ ગઈ છે. પરંતુ વીજ કનેક્શન નાખવામાં ન આવતા આ શાળા શોભાના ગાંઠીયા સમાન બની છે. એની બાજુમાં બીજી એક શાળા આવેલી છે.જે શાળા પણ વર્ષ 2013 14 માં બનાવવામાં આવી હતી. જે શાળા નો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. જે મામલે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા એ ત્યાં મુલાકાત લીધી હતી. જોકે ગામના જે વિદ્યાર્થીઓ છે તેઓને ગામની અંદર જૂની જે શાળા આવેલી છે ત્યાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. ગામની જૂની પ્રાથમિક શાળાની અંદર 1 થી 8 ધોરણની અંદર 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દરેક વર્ગની અંદર એક એક ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ ધોરણ 8ના વિદ્યાર્થીઓને બહાર બેસીને અભ્યાસ કરવા માટે શિક્ષકો પણ મજબૂર બન્યા છે. કારણ કે ગામની જૂની પ્રાથમિક શાળાની અંદર પૂરતા ઓરડા ન હોવાને લઈને શિક્ષકો પણ મજબૂર બન્યા છે.વર્ષ 2018 19 માં નવું બિલ્ડીંગ લાખો રૂપિયાના ખર્ચે આધુનિક બનાવવામાં આવ્યું હતું પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાને લઈને વિદ્યાર્થીઓને અભ્યાસ આ રીતે કરવામાં આવે છે. જોકે આ મામલે ગામના લોકોએ શિક્ષણ વિભાગમાં આ મામલે રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો નિકાલ કરવામાં આવ્યો નથી એમ પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. આ મામલે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા એ ત્યાં મુલાકાત લઈને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અવાર-નવાર આદિવાસી વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વન સેતુ યાત્રા સતત ફર્યા કરે છે. એમને આ પ્રકારની સ્થિતિ ગંભીર હાલત છે એ નજરે કેમ નથી પડતી…. લોકોની વ્યવસ્થા શિક્ષણ આરોગ્ય રસ્તા પાણી વિકાસની જે યોજનાઓ ખરેખર શું થાય છે એમાં એમને કોઈ પડેલી નથી….. આ ખૂબ જ ગંભીર હાલત છે… ગુજરાતના શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડીંડોર એમને મારી વિનંતી છે કે બાળકોનું જે ભવિષ્ય બગડે છે એના માટે થોડી ચિંતા કરો… એવી પણ કોંગ્રેસના નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ વિનંતી પણ કરી હતી. સરકાર અને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ધ્યાને તેવી ગ્રામજનો અને લોકો માંગ કરી રહ્યા છે.

રફીક મકરાણી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here