છોટાઉદેપુર જિલ્લાના કંવાટ તાલુકાનાપાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ખાટીયાવાંટ ગામેથી ગેરકાયદેસર દેશી હાથબનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુરલોકલ ક્રાઇમ બ્રાન્ચ….

0
3
         શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આર્મ એક્ટ તેમજ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ.....જે અન્વયે શ્રી વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ ખાટીયાવાંટ ગામે રહેતા જીતેન્દ્રકુમાર ખુશાલભાઇ રાઠવા નાઓ તેમના પોતાના ઘરમાં એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસર હથીયાર સંતાડી રાખેલ છે તેવી હકિકત આધારે સદરી ઇસમના ઘરે જઇ તપાસ કરતા તેમના ઘરના માળીયા ઉપર પતરાની પેટીમાં એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ જેથી સદરી ઇસમ પાસેથી લાયસન્સ પરવાના અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી અને સદરી ઇસમ વેચાણ માટે અથવા અન્ય હેતુ અર્થે લાવેલાનુ જણાવેલ જેથી પકડાયેલ ઇસમને આર્મ એક્ટ કલમ ૨૫ (૧-બી)(એ),૨૯ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

 કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :-
(૧) એક દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂ.૫,૦૦૦/-
કુલ.કિ.રૂ.૫,૦૦૦/-

 પકાડાયેલ ઇસમ:-
• જીતેન્દ્રકુમાર ખુશાલભાઇ રાઠવા રહે. ખાટીયાવાંટ મોટા ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર

 પકડવાનો બાકી ઇસમ:-
• અતુલકુમાર જેસલાભાઇ રાઠવા રહે. બડદગામ

રફીક મકરાણી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here