ચિલોડા થી હિંમતનગર ને.હા 8 પર ઠેરઠેર પડેલા ખાડા ને લઈને કોંગ્રેસ ના કાર્યકારોએ વૃક્ષો વાવી વિરોધ કર્યો

0
6

ચિલોડા થી હિંમતનગર નેશનલ હાઇવે નંબર 8 પર મસમોટા ખાડા પડી જવાથી વાહનચાલકોને જીવના જોખમે અહીંથી પસાર થવું પડે છે અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે રોજ અનેક વાહનો આ ખાડા માં ખાબકે છે અને નાના મોટા અકસ્માત પણ સર્જાય છે તો અનેકવાર તંત્ર ને રજૂઆતો કર્યા બાદ તંત્ર ટસ નું મસ થતું નથી ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આગેવાની હેઠળ આજે મજરા ત્રણ રસ્તા પર પડેલા મસમોટા ખાડા માં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અમરીશભાઈ પટેલ ,નુતનભાઈ,રામસિંહ, તાલુકા સદસ્ય રાજ પટેલ ,વિનય પટેલ સહિત ના કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર પડેલા ખાડા માં વૃક્ષો વાવી વિરોધ કર્યો હતો તો પ્રાંતિજ પોલીસે 12 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here