સમગ્ર વિશ્વમાં કોરોના ને કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ભારત દેશમાં તેમજ ગુજરાતમાં પણ કોરોના ના કેશો કૂદકે ને ભૂસકે વધી રહ્યા હતા ત્યારે સરકાર દ્વારા જાગૃતિ દાખવી યોગ્ય પગલાં ભરી અને વેક્સિન નુ માર્ગ અપનાવ્યો હતો. જ્યારે કોરોના ની બીજી લહેર છવાઈ રહી છે ત્યારે પાટણ જિલ્લા ચાણસ્મા શહેર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજરોજ કોરોના વેક્સિન નું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ૨૦૦ જેટલા લાભાર્થીઓએ કોરોના વેક્સિન નો લાભ લીધો હતો આ પ્રસંગે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર કલ્પેશ ભાઈ પટેલ ડોક્ટર જીગ્નેશ ભાઈ પટેલ સહિતનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો.
કમલેશ પટેલ પાટણ