ચાણસ્મા શારદાબા સંસ્કાર ભવન હોલ ખાતે નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું.

0
0

ચાણસ્મા નગરપાલિકા દ્વારા મામલતદાર શ્રી ના અધ્યક્ષ સ્થાને સેવા સેતું કાર્યક્રમ યોજાયો હતો

જે સેવા સેતું કાર્યક્રમ માં અનેક લાભાથી લોકોએ સેવા સેતું નો લાભ લઈને ધન્યતા અનુંભવી હતી

ગુજરાત રાજય સરકાર દ્વારા જરૂરીયાત મંદ લાભાર્થીઓને ઘર ઘર સુધી યોજનાનો લાભ મળી રહે તે હેતુથી સેવા સેતું કાર્યક્રમનું આયોજન કરાઇ રહ્યું છે
ત્યારે આજરોજ ચાણસ્મા નગરપાલિકા દ્વારા ચાણસ્મા ખાતે આવેલ શારદાબા સંસ્કાર ભવનમાં સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજર રહી વિવિધ લાભ સ્થળ પર જ લીધા હતા


આજરોજ ચાણસ્મા ખાતે આવેલ શારદાબા સંસ્કાર ભવનમાં સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, ખેતી વાડી . આયુષ્યમાન ભારત કાર્ડ . તેમજ આવક ના દાખલા. આરોગ્ય લક્ષી કામગીરી સહિતના તમામ કામ કાજો કરવામાં આવી રહ્યા હતા

સેવા સેતુ કાર્યકમમાં ચાણસ્મા મામલતદાર ભગવતી બેન ચાવડા, ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ, પુરવઠા મામલતદાર શ્રી. નાયબ મામલતદાર શ્રી . શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ, પુર્વ નગરપાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ ભગત, સુનિલ ભાઈ ગૌસ્વામી, . વનવિભાગ . યુજીવીસીએલ વિભાગ .આરોગ્ય વિભાગ . પોલીસ કચેરી વિભાગ.રાજુભાઈ પટેલ,અશ્વિન પટેલ . રાજુભાઈ પટેલ .સનીભાઈ પટેલ .સહિત નગરપાલિકાનો સ્ટાફ .મામલતદાર કચેરી સ્ટાફ . તેમજ અન્ય વિગાભ ઉપસ્થિત રહ્યો હતા
આ પ્રસંગે ખાસ કરીને પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ના આર.આર.ડામોર ઉપસ્થિત રહી સેવા સેતુમા હાજર રહેલા કર્મચારીઓનો ઉત્સાહ વધારે હતો તેમજ આ સેવા સેતુંમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ યોજનાનો લાભ લીધો હતો

અહેવાલ : કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here