ચાણસ્મા શહેરમાં સ્ટેમ્પ ના કાળા બજાર

0
8

પાટણ જિલ્લા ચાણસ્મા શહેરમાં સ્ટેમ્પ ના કાળા બજાર ની ફરિયાદો ઊઠી છે. ચાણસ્મા ખાતે તાલુકા લેવલની દરેક સરકારી ઓફિસો આવેલી છે. કોઈપણ વ્યક્તિ ને સરકાર ની યોજના માટે લાભ લેવા માટે સોગંધનામું ફરજિયાત કરવું પડતું હોય છે તો તેના માટે ચાણસ્મા શહેરમાં આવવું પડે છે પણ ચાણસ્મા શહેરમાં મામલતદાર કચેરી સામે આવેલા શોપિંગ સેન્ટરોમાં સ્ટેમ્પ ના કાળા બજાર કરવામાં આવે છે. ગામડા ના ગરીબ લોકોને આવા લૂંટની હાટડીઓ ચલાવતા લોકો જાહેર માં લૂંટી રહ્યા છે સરકાર ના ધારા ધોરણ હેઠળ જે સ્ટેમ્પ ની કિંમત રાખી હોય તેના કરતાં વધારે કિંમતો લેવામાં આવે છે તેવી ફરિયાદ ઉઠવા પામી છે તો ચાણસ્મા મામલતદાર શ્રી આ બાબતે આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here