
ચાણસ્મા વિધાનસભામાં દીનેશજી ઠાકોરનો દબદબો…
ચાણસ્મા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો.ચાણસ્મા વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો જેમાં પાટણ ખાતે તા 8ના રોજ મતગણતરી યોજાઇ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર દીનેશજી ઠાકોરને ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોર કરતાં વધુ મત મળતાં વિજેતા જાહેર કરેલ. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ,સમર્થકોએ દ્વારા ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા દીનેશજી ઠાકોરે ચાણસ્મા, હારીજ તેમજ સમસ્ત ચાણસ્મા વિધાનસભા ના મતદારો, આગેવાનો કાર્યકરો સમર્થકોનો આભાર માન્યો હતો..
દિલીપ પટેલ… ચાણસ્મા