ચાણસ્મા મુકામે મારી માટી મારો દેશ અંતગૅત સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

0
7

પાટણ જિલ્લાના ચાણસ્મા મુકામે યોજાયેલા મારી માટી મારો દેશ અંતગૅત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હષૉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. માતૃભૂમિ ના સપૂતોને યાદ કરાવવા અને દેશની માટીને વંદન કરવા આજે દેશભરમા “મારી માટી મારો દેશ” કાયૅક્રમનો પ્રારંભ થયો છે.

ત્યારે ઐતિહાસિક પર્વનો સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છે જે અંતગર્ત પાટણ
જિલ્લા ના ચાણસ્મા મુકામે “મારી માટી મારો દેશ” અંતર્ગત કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી. જેમાં ધ્વજ ફરકાવી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં ચાણસ્મા તાલુકા મત વિસ્તાર ના ધારાસભ્યશ્રી દિનેશભાઇ ઠાકોર, ચાણસ્મા તાલૂકા પંચાયત ના TDO લક્ષ્મીબેન ઠાકોર તથા મામલતદારશ્રી ભગવતીબેન ચાવડા તેમજ ભાજપ જીલ્લા બક્ષી પંચ પ્રદેશ પ્રમુખ મંયકભાઈ નાયક તથા વિનયસિહ ઝાલા, ચાણસ્મા પોલીસ સ્ટાફ, તથા પીઆઈ ચાવડા, જી. આર.ડીમ ,ટી.આર.બી, હોમગાહર્ડ સ્ટાફ, તાલુકાના પદાધિકારીઓ તથા કન્યા શાળા ની બલીકાઓ તથા પીપીહાઈસ્કુલ ના વિધાર્થીઓ તથા કે. એ.નદાશીયા ગર્લ્સ હાઈસ્કૂલ વિદ્યાર્થીનીઓ તથા સુણસર ગામના ની સ્કુલ બાળાઓ દ્વારા સરસ તલવાર નુત્ય કર્યું હતું તથા પીપીહાઈસ્કુલ ના વિધાર્થીઓ એ શહીદ થયેલા વિરો ના પ્રાત્રો ભજવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તથા કન્યા શાળા ની બલીકાઓ મહેમાનો નું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિલિપ પટેલ…ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here