ચાણસ્મા ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ભારત કો જાનો અંતર્ગત ક્વીઝ સ્પર્ધા યોજાઈ

0
8

આજ રોજ એન.એસ.પટેલ પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખા દ્વારા ભારત કો જાનો અંર્તગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

જેમાં પ્રાથમિક વિભાગમાં ૫ ટીમો તથા માધ્યમિક વિભાગમાં ૯ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આ સ્પર્ધાના સંયોજકશ્રી શૈલેષભાઈ મોદી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ તરીકે દશરથભાઈ પી.પટેલ, મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ એમ.પટેલ , દીપ પ્રાગટ્ય પ્રહલાદભાઈ એન.પટેલ તથા અતિથિ વિશેષ તરીકે જયેશભાઈ ડી.પટેલ(આચાર્યશ્રી કંબોઈ હાઈસ્કૂલ) અને શાખાના પ્રમુખ -મંત્રી, ખજાનચી, પ્રાન્તના હોદેદારો અને શાખાના અન્ય સભ્યો ઉપસ્થિતિ રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

આ સમગ્ર સ્પર્ધાના અંતે પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે સરસ્વતી શિશુ મંદિર શાળા તથા માધ્યમિક વિભાગમાં પી.પી.પટેલ હાઈસ્કૂલ ચાણસ્મા વિજેતા જાહેર થયેલ જેઓ આગામી ૯/૧૦/૨૦૨૨ના રોજ હારીજ ખાતે પ્રાન્ત કક્ષાએ ભાગ લેશે.
રીપોટર. કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here