ચાણસ્મા બસ સ્ટેન્ડમાં સોનાના દાગીનાની ચોર મહિલાને ગણતરીના કલાકોમાં ઓળખ કરી ઝડપી લેવામાં ડેપો મેનજર તથા પી.આઈ.ગોહિલ સાહેબની મહેનત રંગ લાવી……

0
20

ચાણસ્મા બસ સ્ટેન્ડ માં સોનાના દાગીના ની ચોર મહિલા ને ગણતરી ના કલાકો માં ઓળખ કરી ઝડપી લેવા માં ડેપો મેનજર તથા પી.આઈ.ગોહિલ સાહેબ ની મહેનત રંગ લાવી……

ચાણસ્મા ખાતે ઝડપાયેલ મહિલા દાગીના ચોરી સામે જે ચોરીનો કેસ નોંધાયો હતો જેમાં ચાણસ્મા એસ.ટી.ડેપોના સીસીટીવી ફુટેજ તેમજ ચાણસ્મા પી.આઈ શક્તિસિંહની મહેનત કરી ઝડપી લીધી

ચાણસ્મા એસટી ડેપોના મેનેજર રીટાબેન પ્રજાપતિ તેમજ ચાણસ્મા પી.આઈ રાત દિવસ મહેનત કરી ફૂટેજ મેળવી આરોપી મહિલા ને શોધી
પ્રાપ્ત થતી વિગતો મુજબ પાટણ જિલ્લામાં ચોરીઓનો સિલસિલો યથાવત્ રહ્યો છે ત્યારે જિલ્લાના ચાણસ્મા તાલુકામાં બસ સ્ટેશનની અંદર ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામના પુજાબા નામની મહિલા દ્વારા ચાણસ્મા થી વડાવલી જવાના હોવાથી બસ સ્ટેશનની અંદર બસમાં ચડવા જતા અજાણ્યા ઈસમ દ્વારા દાગીના રૂપિયા ૩ લાખ પંદર હજારના દાગીનાની ચોરી થતા સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું હતું

જ્યારે ચાણસ્મા પોલીસને મળેલ બાતમીના આધારે ચાણસ્મા પોલીસ મથકના પી આઇ શક્તિસિંહ ગોહિલ સરદાર સિંહ સહિતના સ્ટાફને મળેલી માહિતીને આધારે હારીજ તાલુકાના કાતરા ગામના વતની તેમ જ મોઢેરા ગામે રહેતા જશોદાબેન બાબુભાઈ પટણી ને ઝડપી પાડયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જે ચોરી થયેલ છે જેમાં ચાણસ્મા ખાતે આવેલ એસટી ડેપોના સીસીટીવી ફૂટેજ ના આધારે આ મહિલા ઇસમને ઝડપી પોલીસને સફળતા મળી હતી તેમજ કાર્યમાં ચાણસ્મા ખાતે આવેલ એસ.ટી.ડેપોના કર્મ

મેનેજર રીટાબેન પ્રજાપતિ તેમજ ચાણસ્મા પી.આઈ શક્તિસિંહ ગોહિલની મહેનત રંગ લાવી હતી તેઓ આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે તેમજ આ કાર્યવાહીથી પીડિતો પણ પણ ખુશ હોવાનું જણાઈ રહ્યું છે
રીપોટર. નીખીલ જોષી.ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here