ચાણસ્મા બસ ડેપો ખાતે ભંગાર વેચવાના વાયરલ થયેલા વિડિયો બાબતે બસ ડેપો દ્વારા ખુલાસો

0
1

ડેપો દ્વારા ભંગાર ના નાણાં જમા કર્યા હોવાની પાવતી રજૂ કરી.

પાટણ જિલ્લાના ચાણસ્મા એસ.ટી ડેપો ના કંપાઉન્ડ માં આવેલ વર્કશોપ માંથી જુના ભંગાર ના પતરા લોડીંગ રિક્ષા માં ભરાતા હોવાનો વિડીયો વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. તેમજ અનેક પ્રકારના તર્ક વિતર્કો સર્જાયા હતાં. ત્યારે આ બાબતે ચાણસ્મા તાલુકાના પ્રતિનિધિ દ્વારા ચાણસ્મા એસ.ટી ડેપો ના અધિકારીઓનો સંપર્ક કરતા તેઓ દ્વારા વેચવામાં આવેલ ભંગાર ની રકમ એસ.ટી ડેપો માં જમા કરાવી હોવાનું જણાવી પાવતી મિડીયા સમક્ષ રજૂ કરી હતી.

ગતરોજ ચાણસ્મા એસ.ટી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વર્કશોપ માંથી લોડીંગ રિક્ષામાં ભંગાર ભરાતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો તેમજ આ બાબતે ચાણસ્મા ડેપો પર પણ અનેક આક્ષેપો પણ થઈ રહ્યા હોવાનું ચર્ચા એ જોર પકડ્યું હતું ત્યારે આ બાબત મીડિયાના ધ્યાને આવતા ચાણસ્મા એસટી ડેપો ના કર્મચારીઓ નો સંપર્ક કરતા તેઓએ વેચેલા ભંગાર બાબતની પાવતી મીડિયા સમક્ષ રજૂ કરી હતી. જેમાં કુલ વજન ૫૩૦. કિલો તેમજ જેનું બિલ રૂ.૧૦,૬૦૦ બનવા પામ્યું હતું તે બિલ પણ ચાણસ્મા એસ.ટી ડેપો ખાતે જમા લેવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ પણે લેખિતમાં જણાવ્યું હતું

આ બાબતે ચાણસ્મા એસ.ટી ડેપોના એ.ટી.આઈ કિર્તીભાઈ જોષી એ જણાવ્યું હતું કે ડેપો ની અંદર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તે દરમિયાન અગાઉના જુના પડેલા પતરા નીકળ્યા હતા તે અમારા દ્વારા વેચવામાં આવ્યા હતા જે પતરા નું બિલ આવ્યું છે તે સમગ્ર બિલ એસ.ટી ડેપોમાં જમા કરાવ્યું છે તેમજ વાયરલ થયેલ વિડિયો પાયાવિહોણા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here