ચાણસ્મા ફુલબાઈ માતાના મંદિર ખાતે હીરાણી પરિવાર અને દાતાશ્રીઓ દ્વારા ત્રીજો રાઉન્ડ લાડું બનાવી શ્વાનોને લાડુંનું ભોજન કરાવ્યું

0
7

ચાણસ્મા સાથે ઉતરાણ સુધી બનશે ૪૦૦થી ૫૦૦ કિલો લાડુ જે સ્વાનો ને ભોજનમાં અપાસે
કહેવાય છે કે અન્નદાન મહાદાન એમ ઉતરાયણ પર્વ આવતા સ્વાનો ને માટે ભોજન બનાવવામાં આવી રહ્યું છે જેમા સ્વાનો માટે સમગ્ર ચાણસ્મા શહેરમાં લાડુનું ભોજન હિરાણી પરિવાર તથા દાતાઓના સહયોગથી બનાવવામાં આવી રહ્યું છે જેમાં અશોકભાઈ પટેલ લાડુ બનાવવા માટે ફ્રી સેવા આપી રહ્યા છે સાત વરસથી ફ્રી સેવા આપે છે હિરાણી પરિવાર ના ભાઈઓ તથા મિત્ર સર્કલ દ્વારા સમગ્ર ચાણસ્મા શહેરમાં દરેક મહોલ્લે લાડુ ખવડાવવામાં આવે છે . હિરાણી પરિવાર ના ભાઈઓ સતત મહેનત કરીને આ કાર્ય કરે છે આ કાર્યની જાણ થતાં ચાણસ્મા ગામ ના લોકો પણ એમને દાન આપે છે ૪૦૦થી ૫૦૦ કિલો જેટલા લાડુ ચાણસ્મા ખાતે આવેલા ફુલબાઈ માતાના મંદિરે બનાવીને સમગ્ર ગામમાં સ્વાનો ને ભોજન કરાવવામાં આવશે. આજે ત્રીજો રાઉન્ડ લાડવા બનાવી ને શ્વાનોને લાડુંનું ભોજન કરાવવામાં આવ્યું
આ લાડુ બનાવવા વિષ્ણુભાઈ પટેલ. અશોકભાઈ પટેલ. ચેનીભાઈ પટેલ. ધીરૂભાઈ પટેલ. મનુભાઈ પટેલ.બીપીનભાઈ પટેલ. તેમજ હીરાણી પરિવારના ભાઈઓ અને મંદિરના પુજારી મહારાજશ્રી હાજર રહ્યા હતા
રીપોટર .કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here