BG News ચાણસ્મા પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક શ્રી ચંદુભાઈ આર પટેલને વય નિવૃતિ થતાં હુંફાળુ વિદાય માન અપાયું By Banas Gaurav News - May 31, 2021 0 65 આજરોજ તા.31.5.2021 ના રોજ ચાણસ્મા પ્રાથમિક કન્યા શાળા ના ઉપ શિક્ષકશ્રી ચંદુભાઈ આર.પટેલ ને વય નિવૃત્ત થતાં તેઓને મામલતદારશ્રી જનકભાઈ રાવલ ,ટી.ડી.ઓ.શ્રી યશવંતભાઈ પટેલ,તાલુકા પ્રા.શિક્ષણાધિકારીશ્રી ચેતનરાજ પાબુવંશી,આચાર્યશ્રી સુરેશભાઈ દેસાઈ વગેરે મહાનુભાવોના હસ્તે તેમને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.આ સમયે અધિકારીગણ દ્વારા તેમનું બાકીનું જીવન તંદુરસ્તીમય, નિરોગીમય આરોગ્યમય અને બાકીનું શેષ જીવન પરમાત્મા દીર્ઘાયુ બક્ષે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી. પાછળથી તેમના ખાસ પરમમિત્ર માંડલ મામલતદારશ્રી ગણપતપુરી એસ.ગોસ્વામી એ આવી પણ તેમના દ્વારા શાલ અને ચાંદીની મૂર્તિની મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કમલેશ પટેલ. પાટણ