અત્યારે ચાલી રહેલી પોલીસ ખાતામાં ભરતી માં પોલીસ કોસ્ટેબલ પી.એસ.આઇ શહેરની જગ્યાઓમાં યુવાન યુવતીઓ જોડાવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જેની તૈયારી રૂપે આજરોજ ચાણસ્મા પોલીસ નવી પહેલ આદરી યુવાન યુવતીઓને ટ્રેનિંગ આપી જોશ વધાર્યો છે
મળતી વિગતો મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ પી પી પટેલ વ્યામ સંકુલની અંદર ચાણસ્મા પોલીસ મથકના પી.આઈ શ્રી આરએમ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ચાણસ્મા પોલીસ મથકના ડી સ્ટાફના જવાનો દ્વારા આજરોજ આજથી પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઇની ભરતી માં જવા માગતા યુવક-યુવતીઓને ટ્રેનિંગ આપવાનું 7:00 થી દસ વાગ્યા સુધી શરૂ કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાચાર વાયુવેગે સમગ્ર ચાણસ્મા પંથકમાં પ્રસરતાં સમગ્ર તાલુકાની જનતા દ્વારા ચાણસ્મા પોલીસ મથકનો ખુબ ખુબ આભાર માનતી હોય એવું જણાઈ આવ્યું છે
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ