ચાણસ્મા પોલીસની સફળ કામગીરી ચાર બાઇક અને એક્ટીવા સાથે બે ગુનેગાર કબજે કર્યા.

0
416

આજ રોજ ચાણસ્મા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી એસ. એ. ગોહિલ સાહેબ તથા તેઓની ટીમ ના સ્ટાફે ચાણસ્મા ખાતેથી ચાર બાઇક અને એક્ટીવા સાથે બે આરોપીઓ ને પકડી પાડયા હતા.

મુદ્દામાલ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો
આ ચોરીનો મુદ્દામાલ પકડવામાં ચાણસ્મા પોલીસની ટીમ પોલીસ હેડ કોસ્ટેબલ કિરણભાઈ મોહનભાઈ પટણી, પોલીસ કોન્સ્ટેબલ આશિષકુમાર વાલાભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ ગુણવંતસિંહ અજીતસિંહ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ પલજીભાઈ નાડોદા અને પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઇ રમેશભાઇ ચૌધરીએ જહેમત ઉઠાવીને બે આરોપીઓને પકડી પાડયા હતા.
(૧) પરમાર કિરણકુમાર હરગોવનભાઈ રહેવાસી વેલાવાપુરા તાલુકો ડીસા
(૨) ઠાકોર શ્રવણજી ઉર્ફે મુન્નો ઉર્ફે પાપુ સતરાજી હાલ રહેવાસી પીરોજપુરા તાલુકો વડગામ મૂળ રહેવાસી ભદ્રાડા, તાલુકો-જીલ્લો: પાટણ
ઉપરના બે આરોપીઓ પાસેથી ચાર બાઇક અને એક એકટીવા કબજે કર્યું હતું.આગળની કાર્યવાહી પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. આમ ચાણસ્મા પોલીસ ની સફળ કામગીરીને લીધે ચોરાયેલા બાઇકોના માલિકોને પોતાના બાઇકો મળશે.

ચેતન શાહ બીજી ન્યુઝ ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here