ચાણસ્મા પૂ. સ્વામિ શ્રીસચ્ચિદાન યોગાશ્રમ ખાતે ચાણસ્મા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા માતૃ- પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો.

0
0

આગામી સમયમાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સમગ્ર ભારત ભરમાં ત્યારે તેની જગ્યાએ હિન્દુ પરંપરા પ્રમાણે 14 ફેબ્રુઆરીના દિવસે હિન્દુ સમાજના સનાતન ધર્મમા માતૃ પિતૃ વંદના દિવસ રાખવામાં આવે તેવો અત્રે યોજાયેલ કાર્યક્રમમાં સર્વે બંધુ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું
ચાણસ્મા ખાતે આવેલ પાટણ રોડ પર ના પૂ. સ્વામિ શ્રી સચ્ચિદાનંદ યોગાશ્રમ ની અંદર ચાણસ્મા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ બંધુઓ હાજર રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. જેમાં કાર્યક્રમમાં ચાણસ્મા શ્રી કચ્છ કડવા પાટીદાર દ્વારા માતૃ પિતૃ વંદના થકી માતૃ પિતૃ નું પૂજન કરવામાં આવ્યું હતું
ત્યારબાદ હનુમાન દાદા ની આરતી કરવામાં આવી હતી તેમજ હનુમાન ચાલીસા ના હાજર બંધુઓ દ્વારા પાઠ કરવામાં આવ્યા હતા
ત્યારબાદ સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું
રીપોટર: કમલેશ પટેલ . ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here