ચાણસ્મા પંથકમાં રાયડાના પાકમાં મેલા મચ્છી ના ઉપદ્રવથી ઉત્પાદનમા ઘટાડાની શક્યતા.

0
0
  • પાટણ જિલ્લામાં ૨૯ હજાર હેક્ટરમાં રાયડાના પાકનું વાવેતર.

પાટણ જિલ્લા સહિત ચાણસ્મા પંથકમાં મળી ૨૯ હજાર હેક્ટરમાં રાયડાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ચાલુ સાલે રાયડા ના પાક ઉપર મેલા મચ્છીનો ઉપદ્રવ વધારે પડવાના કારણે ઉત્પાદન મા ઘટાડો થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
ભારત દેશ ને ખેતીપ્રધાન દેશ ગણવામાં આવે છે તેમજ દેશના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે ત્યારે ગુજરાત રાજ્ય માં પણ લોકો ખેતી પર નિર્ભર હોય ખેડૂતો દ્વારા એરંડા, કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ આ પાકને જીવાતના કારણે મોંઘા ભાવની દવાઓ લાવી છંટકાવ કરી પાક બચાવવા માટે પાલવતુ ન હોય એક માત્ર રાયડા નો પાક એવો હતો કે જે ઓછા ખર્ચે તૈયાર થઇ જાય પરંતુ ચાલુ વર્ષે રાયડા ના પાક ઉપર મેલા મચ્છી નો ઉપદ્રવ વધ્યો હોવાથી પાકના દાણા એકદમ ઝીણો થઈ જવાના કારણે વજન તેમજ પાકમાં ઘટાડો થવાની શક્યતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે
આ અંગે ખારીઘારીયાલ ગામના ખેડૂત અમરતલાલ પટેલે જણાવ્યું હતું કે અમારા દ્વારા અત્યાર સુધી કપાસ એરંડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હતું પણ પાકમાં જીવાતનુ પ્રમાણ વધવાથી પાકમાં નુકસાન વેઠવાનો વારો આવતો હતો તેમજ પોક્ષણ ભાવ નહીં મળતા હવે ના સમયમાં રાયડા ના પાક ઉપર ખેડૂતો વધારે વળ્યા છે જેનું કારણ ઓછા ખર્ચે તૈયાર થઇ જાય છે પરંતુ ચાલુ વર્ષે રાયડા ના પાક ઉપર મેલા મચ્છીનો ઉપદ્રવ વધ્યો હોવાથી પાકના દાણા એકદમ ઝીણો થઈ જવાના કારણે વજન ઘટવાની શકયતા છે
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here