ચાણસ્મા ના જસલપુર ની ઓમ પબ્લિક સ્કૂલ માવતર વિનાના બાળકો ને વિનામૂલ્યે શિક્ષણ આપશે…

0
52

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જસલપુર ખાતે આવેલી ઓમ પબ્લિક સ્કૂલ માં લેવાયો સુંદર નિર્ણય
આજરોજ જસલપુર ખાતે આવેલી ઓમ પબ્લિક સ્કૂલમાં ટ્રસ્ટીઓ દ્વારા એક સુંદર નિર્ણય લેવામાં આવ્યો જેમાં મા બાપ વગરના જે વિદ્યાર્થીઓ હોય એમને ધોરણ ૧ થી લઈને ૧૨ સુધી આ સ્કૂલમાં મફત ભણાવવામાં આવશે જેની કોઈ પણ જાતની ફી લેવામાં આવશે નહીં
પુસ્તકો તથા બેગ અને અભ્યાસ માટે જોઈતા બીજા સાધનો આ બાળકોને સ્કૂલમાંથી આપવામાં આવશે
શાળાના પ્રિન્સિપાલ નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારી શાળામાં અમારા ટ્રસ્ટીઓએ જે નિર્ણય લીધો એ જાણીને અમારા સ્ટાફ માં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી
શાળાના પ્રમુખ શ્રી જણાવ્યું હતું કે અમારો એક જ ધ્યેય છે આ કોરોના મહામારી માં જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેમને સારો અભ્યાસ આપીને પગભર થવાની તક અમારી ઓમ પબ્લિક સ્કૂલ દ્વારા થઈ રહી છે
શાળાના ટ્રસ્ટી ગૌરવ ભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે
શાળાની અંદર કેમેસ્ટ્રી બાયોલોજી ની લેબછે
શાળામાં ફાયર સેફટી છે
શાળા સીસીટીવીથી સજ્જ છે
બાળકોને રમવા નું સુંદર મેદાન છે
તમામ શિક્ષક ઉચ્ચ અભ્યાસ કરેલા છે
મેનેજીંગ ટ્રસ્ટી અંકુરભાઇએ જણાવ્યું હતું કે અમે સરકારી ધારાધોરણ પ્રમાણે જ ફી લઇએ છીએ
અને ભવિષ્યમાં જે માતા-પિતાની આવાક ઓછી હશે એમને પણ રાહત આપવા માટે અમે વિચારણા કરીએ છીએ
ઓમ પબ્લિક સ્કૂલ માં ભણેલા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે સરકારી નિયમ પ્રમાણેની ફ્રી કોલેજોમાં પણ અભ્યાસ કરે છે
એન્જિનિયરિંગ પણ આગળ ભણવા ગયા છે
નરસિંગમાં પણ એડમિશન લીધેલા છે
આમ ઓમ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓની પૂરી કાળજી રાખવામાં આવે છે અને સારું ભણતર આપીને પોતાના પગભર થવાની તક મળી રહેછે.

રીપોટર.રાજેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here